Get Mystery Box with random crypto!

Gujarati grammar & Sahitya by Mitesh sir

टेलीग्राम चैनल का लोगो gujarati_se — Gujarati grammar & Sahitya by Mitesh sir G
टेलीग्राम चैनल का लोगो gujarati_se — Gujarati grammar & Sahitya by Mitesh sir
चैनल का पता: @gujarati_se
श्रेणियाँ: बोली
भाषा: हिंदी
ग्राहकों: 2.32K
चैनल से विवरण

આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારમાં લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં પૂછવામાં આવતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય વિષયનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

1


नवीनतम संदेश

2022-08-05 05:58:25
1.2K views02:58
ओपन / कमेंट
2022-08-03 18:33:09
1.3K views15:33
ओपन / कमेंट
2022-07-14 20:03:48
2.2K views17:03
ओपन / कमेंट
2022-07-13 06:37:20
2.2K views03:37
ओपन / कमेंट
2022-06-29 08:52:21 કેમ કે ગામમાં અને પાદર સુધી જળબંબોળ થાય છે અને પૂર આવે છે. નક્ષત્રોના અનુસંધાનમાં બીજી આગાહી

અશ્વિની ગળતાં અન્નનો નાશ, રૈવતી ગળતાં નવ જળ આશ;
ભરણી નાશ તૃણનો સહી, વરસે જો કદી કૃત્તિકા નહીં.

અશ્વિની નક્ષત્રમાં વરસાદ પડે ત્યારે અન્નનો નાશ થાય અને રેવતી નક્ષત્રમાં વરસાદ પડે તો પાણીની આશા રાખવી નહિ. ભરણી નક્ષત્રમાં પડેલો વરસાદ ઘાસનો નાશ કરે, છતાં એટલું ખરું કે કૃત્તિકા નક્ષત્ર ન વરસે તો જ આવાં બધાં ખરાબ પરિણામો મળે છે. ધારો કે કૃતિકા નક્ષત્રમાં છાંટા થાય તો અશ્વિની, રેવતી અને ભરણી એ ત્રણેય નક્ષત્રોના દોષ મટી જાય છે.

અંતે એવું ભડલીવાક્ય કે જે વરસાદની આગાહી માટેનો આધાર ગણાતા ઘણા બધા સંકેતોને આલેખે છે. પક્ષી, કીટક, પ્રાણી, ધાતુ, ખાદ્ય ચીજો વગેરેને એક જ વાક્યમાં આવરી લે છે. અહીં પણ કેટલાક શબ્દો જૂની ગુજરાતીના છે. જુઓ :

જળચર જળ ઉપર ભમે, ગોનભ ભણી જોવંત;
ભડલી તો એમ જ ભણે, જળઘર જલ મેલંત. (ક)

પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય;
ભડલી તો તું જાણજે, જળઘર આવે સોય. (ખ)

હોય પાણી કળશે ગરમ, ચલ્લીઓ ધૂળે ન્હાય;
ઈંડાળી કીડી દીસે, તો વરષા બહુ થાય. (ગ)

પવન થક્યો તેતર લવે, ગુડ રસી દે નેહ;
ભડલી તો એમ જ ભણે, તે દિન વરસે મેહ. (ઘ)

બોલે મોર મહાતુરો, હોય ખાટી છાશ;
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડી આશ. (ચ)

સરોવર-નદીની સપાટી પર જળચરો આમતેમ ભમવા માંડે, ગાયો આકાશ ભણી તાકી રહે એ ભડલીના મતે તુરતમાં વરસાદ પડવાની નિશાની છે. (ક). પિત્તળ, કાંચા અને લોખંડને કાળાશ (કાટ કે મેલ) ચડે ત્યારે પણ જાણવું કે મેઘવર્ષા થવાને બહુ વાર નથી. (ખ). કળશિયાનું પાણી સહેજ ગરમ જણાય, ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાંવાળી કીડીઓ દેખાય એ મુશળધાર હેલી થવાનાં ચિહ્નો છે. (ગ). પવન લગભગ પડી જાય, તેતર પક્ષી ચીસો નાખે અને ગોળ રસીને (ઓગળીને) ચીકણો (નેહ) બને તે દિવસે ભડલીના મતે વરસાદ થવો જોઈએ. (ઘ). મોર વારંવાર બોલે અને છાશ ખટાશ પકડે ત્યારે પણ આશા રાખી શકાય કે મહી (પૃથ્વી) પર વરસાદ પડવાનો છે. (ચ).

આમ, પ્રકૃતિમાં થતા ચોક્કસ ફેરફારો પરથી વાતાવરણ અને વિશેષ વરસાદની સ્થિતિ સંબંધે થતાં અનુભવ-સિદ્ધ અનુમાનો કે વરતારાને આપણે ‘ભડલીવાક્ય’ તરીકે ઓળખીએ છીએ. વર્ષાઋતુની સમગ્ર સ્થિતિ વિશે અપાયેલાં આ ભડલીવાક્યો ખેડૂતોને ઘણાં ઉપયોગી થતાં હોવાથી એમને ‘ખેડૂતોનું પુરાણ’ પણ કહેવામાં આવે છે. આ ભડલીવાક્યોમાંથી કેટલાંક સમય જતાં પાછળથી કહેવતરૂપ બની ગયા છે જેમ કે :

જો વરસે આદરા, તો બારે પાધરા.

* **
જો વરસે મઘા, તો ધાનના ઢગા.

* * *

જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો.
વગેરે...

ગુજરાતીમાં આવાં ૯૩ જેટલાં ભડલીવાક્યો વડોદરાની પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રતમાંથી ઉપલબ્ધ થાય છે.

આજથી લગભગ ૯૦૦ વર્ષ અગાઉ હુદડ જોષીની દીકરી ભડલીએ કાવ્ય રૂપે રચેલાં આવાં વાક્યો ફક્ત ગુજરાતમાં જ નહિ પણ ભાષાકીય ફેરફારો સાથે રાજસ્થાનના અને પંજાબના લોકસાહિત્યનું પણ અંગ બન્યાં છે. વિજ્ઞાન સાથે તેમનો કેવી રીતે અને કેટલા અંશે મેળ બેસે છે તે અંગે દુર્ભાગ્યે આપણે ત્યાં ચીવટપૂર્વકનું સંશોધન થયું નથી, માટે લોકસાહિત્યનાં આવાં મહામૂલાં વાક્યો લોકસાહિત્યમાં જ રહ્યાં છે. વિજ્ઞાનમાં તેમને પ્રવેશ મળ્યો નથી. હવામાનની આગાહી કરવા માટેનાં એકેય ઉપકરણો નહોતાં ત્યારે આપણા ખેડૂતો ભડલીવાક્યોના આધારે વરસાદનો આગોતરો વર્તારો તારવતા આવ્યા છે. આ લાંબા સમયગાળા દરમિયાન ભડલીવાક્યો ફક્ત નરી વાયકામાં નથી ખપી ગયાં એ બતાવે છે. અને એકંદરે તે ખેડૂતોને માટે આધારભૂત જણાતાં આવ્યાં છે.

પાદટીપ

૧. When windows won't open
And salt clogs the shakar.
The weather will favour
the Umbrella Maker.
જ્યારે બારી જલ્દીથી ખોલી શકાય નહિ, શીશીમાં ભરેલું મીઠું ભભરાવી શકાય નહિ. ત્યારે ભેજને કારણે વરસાદ આવવાની વકી છે તેથી છત્રી બનાવતા કારીગરો ખાટી જાય છે.

૨. ઉપલ = સંસ્કૃતમાં રત્ન પણ અહીં તે શબ્દ મોતી જેવા ઝાંકળબિંદુઓ માટે વપરાયો છે.

૩. પેખ = દેખ; દેખવું, જોવું, અવલોકવું.

૪. ગણી લીજ = ગણી લેજે.

૫. મેદિની = પૃથ્વી.

૬. વીય = વીજળી સાથેની મેઘગર્જના, ગાજવીજ.

૭. વરખા = વરસાદ, વર્ષા.

સંદર્ભગ્રંથો

૧. ‘સફારી’ અંક નં. ૨૨૯, જૂન ૨૦૧૩

૨. ‘ભગવદ્ગોમંડલ’, ભાગ-૭(બ-મા), ભગવતસિંહજી, પ્રવીણ પ્રકાશન, રાજકોટ ૩. ‘બૃહદ્ ગુજરાતી કોશ’, ખંડ-૨, સં. કે. કા. શાસ્ત્રી, પૃ. ૧૭૫૩

૪. ‘ગુજરાતી સાહિત્યકોશ', ભાગ-૧ (મધ્યકાળ), સં. જયંત કોઠારી વગેરે. ૫. ‘ગુજરાતી વિશ્વકોશ', ખંડ-૧૪ (બો-ન્નુ), ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩.
2.8K views05:52
ओपन / कमेंट
2022-06-29 08:52:21 ચોમાસું કેવું નીવડે છે અને તે મુજબ કયો કયો પાક લેવાય તે અંગે ખેડૂતો ચાર-પાંચ મહિના પહેલાં કયા આધારોથી જાણી શકે તે ભડલીએ અવનવી સાખી, દોહરા અને ચોપાઈ દ્વારા રજૂ કર્યું. આ ભડલીવાક્યો ઘણે અંશે યથાર્થ નીવડતાં રહ્યાં છે, પરિણામે વર્ષાઋતુ પર જીવનનો આધાર રાખતા ખેડૂતો માટે તે આધારરૂપ માર્ગદર્શક બન્યાં છે. આ વાક્યોમાં ઘણા શબ્દો જૂની ગુજરાતી ભાષાના હોવાને કારણે આજે જરા અજાણ્યા લાગે, માટે અર્થ સહિત અમુક વાક્યો જોઈએ.

વાદળ વાયુ વીજ વરસંત
કડકે ગાજે ઉપલ પડંત
ધનુષ અને પરિવેશે ભાણ
હિમ પડે દશ ગરભ પ્રમાણ.

કારતક-માગશરથી વરસાદનો પિંડ બંધાવા લાગે છે, જેનાં લક્ષણો જાણીને ૧૩૫ દિવસ પછી ચોમાસે કેટલો અને કેવો વરસાદ થાય તેની આગાહી કરી શકાય છે. ઉપરોક્ત ભડલીવાક્યમાં જણાવ્યા પ્રમાણે અનુક્રમે વાદળ, વાયુ, વીજળી, વરસાદ, આકાશી કડાકા, ઝાકળ પડવું મેઘધનુષ, સૂર્ય ફરતે પરિવેશે લૂંટાળું રચાયું અને હિમ પડવું એ દસ લક્ષણો વરસાદી ગર્ભનાં છે.

કાર્તિક સુદ બારસે દેખ,
માગશર સુદ દશમી તું પેખ,
પોષ સુદ પાંચમ વિચાર,
માગ સુદ સાતમ નિરધાર;
તે દિન જો મેઘો ગાજંત,
ચાર માસ અંબર વરસંત,
ફાગણી પાંચમ, ચૈત્રી ત્રીજ,
વૈશાખી પડવો ગણી લીજ;
એહ દિન જો ગાજે મેહ,
લાભ સવાયો નહિ સંદેહ.

વિક્રમ સંવત મુજબ કારતક સુદ બારશે, માગશર સુદ દશમે, પોષ સુદ પાંચમે અને મહા સુદ સાતમે જો મેઘ ગાજે તો ચોમાસાના ચારેય માસ અંબર એટલે કે આકાશ વરસે છે. એવી જ રીતે ફાગણની પાંચમે, ચૈત્રની ત્રીજે અને વૈશાખી પડવાના દિવસે જો મેઘગર્જના સંભળાય તો સવાયો લાભ આપતો વરસાદ થાય છે એમાં સંદેહ નહિ.

કારતકથી શરૂ કરી કરીને ભડલીએ દરેક માસનાં વર્ષાસૂચક ચિહ્નો ગણાવ્યાં છે. આ ચિહ્નોમાં પવનનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ફાગણ સુદ પૂનમે કરાતી હોળીની જ્વાળા અવલોકીને પવનના રંગઢંગ જોવાનો રિવાજ બહુ જૂનો છે. પવનના આધારે સુકાળનું કે દુકાળનું સૂચન ભડલીના મતે નીચે મુજબનું છે.

હોળી દિનનો કરો વિચાર,
શુભ અને અશુભ ફળ સાર;
પશ્ચિમનો વાયુ જો વાય,
સમય એ જ સારો કહેવાય.
વાયુ જો પૂરવનો વાય,
કોરો ને કંઈ ભીનો જાય;
દક્ષિણ વાયુ ધનનો નાશ,
એ સમય ન ઊપજે ઘાસ.
ઉત્તરનો વાયુ બહુ હોય,
પૃથ્વી પર પાણી બહુ જોય;
જો વંટોળો ચારે વાય,
પ્રજા દુ:ખમાં ઝૂરે રાય.

હોળી પ્રગટાવ્યા બાદ પવન જો તેની અગ્નિજ્વાળાને પશ્ચિમ તરફ વાળે તો ચોમાસું સારું વીતે છે. જ્યારે પવન જો પૂર્વનો હોય તો અમુક દિવસો સાવ કોરા અને કેટલાક દિવસો વરસાદી નીવડે છે. ટૂંકમાં, વર્ષાનું પ્રમાણ બહુ વધુ નહિ તેમ બહુ ઓછું પણ નહિ. દક્ષિણનો વાયુ પશુધનનો નાશ કરી નાખે છે, કેમ કે ઘાસ પેદા થાય એટલો પણ વરસાદ પડતો નથી. હોળીની ઝાળ ચારેબાજુ ઘુમરાય તો ભડલીના કથન મુજબ પ્રજા અને રાજા (રાય) બન્નેના માથે દુઃખ આવી પડે છે. ઉપરાંત હોળી માટે સપ્તાહના અમુક જ દિવસો શુભ છે, જેમ કે ભડલી વાક્ય અનુસાર :

‘હોળી રવિવારી નિવારી કે મંગળવારી હોય,
ચાક ચડાવે મેદિનીને, વિરલા જીવે કોઈ.'

સપ્તાહના વાર પછી તિથિને લગતું ભડલીવાક્ય જોઈએ.

કાર્તિક સુદ એકાદશી, વાદળી વીજ્ય હોય;
અષાઢે ભડલી કહે, વરખા સારો જાય.

કારતક માસની બરાબર અગિયારસે વાદળમાં જો વીજગર્જના થાય તો આષાઢ મહિને સારો વરસાદ પડે છે. સ્વાભાવિક રીતે જ તે મહિનો ખેડૂતો માટે અગત્યનો મહિનો છે.

ભડલીનાં કેટલાંક વાક્યોમાં તિથિ અને વારની જેમ નક્ષત્રો પણ ખૂબ જ મહત્ત્વનાં ગણાયાં છે. ચંદ્રના અવકાશી ભ્રમણમાર્ગની પશ્ચાદ્ભૂમિકામાં આવતા તારાના વિવિધ સમૂહોને નક્ષત્રો કહેવાય છે, જે પૈકી દરેકને આકાર મુજબ નામ અપાયું છે. પૃથ્વી ફરતે ચંદ્ર ૨૭.૩ દિવસે તેનો એક આંટો પૂરો કરે છે, માટે પશ્ચાદ્ભૂમિકાના તારકપુંજ સમાન નક્ષત્રો ૨૭ માનવામાં આવ્યાં છે. બીજી રીતે કહીએ તો ચંદ્રના ક્રાંતિવૃત્તના ૨૭ ભાગ પાડવામાં આવ્યા છે. અલબત્ત, વરસાદનો આધાર સૂર્ય ૫૨ રહે છે, માટે સૂર્ય જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રમાં વરસાદ થાય છે તેને વર્ષાનક્ષત્ર કહે છે. એક નક્ષત્રનું ભ્રમણ કરવામાં સૂર્ય ૧૩ થી ૧૪ દિવસ લે છે. સરેરાશ કાઢીએ તો ૧૩+ ૧૪ + ૨ = ૧૩.૫ X ૨૭ નક્ષત્રો એટલે ૩૬૫.૫
દિવસોનું સૌ૨વર્ષ બને, પણ હકીકતે સૂર્યના ભ્રમણસમયની જરાક લાંબી અવિધને કારણે ભારતીય પંચાંગ મુજબ સૌર વર્ષ ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડનું એટલે કે ૩૬૫.૨૪૨૧૯૦ દિવસોનું હોય છે. હવે ભડલીના કથન મુજબ વરસાદ સાથે નક્ષત્રોનો સંબંધ જુઓ :

કૃતિકા કરશે કરવરૂં, રોહિણી કરે સુકાળ;
કર્મયોગે મૃગશર મળે, નિશ્ચય પડે દુકાળ.

શ્રાવણ શુક્લા સપ્તમી, સ્વાતિ ઊગે સૂર;
પર્વત કોરી ઘર કરો, પાદર વહેશે પૂર.

પહેલો વરસાદ કૃત્તિકા નક્ષત્રમાં પડે તો વર્ષ કરવવું એટલે કે ઓછી વર્ષાવાળું જાય છે. જ્યારે નક્ષત્ર જો રોહિણી હોય તો ખેતરોમાં સારું ધાન્ય પાકે છે. બીજી તરફ મૃગશીર્ષ નક્ષત્રમાં મેઘ ગાજે તો દુકાળ પડવો નક્કી સમજવો. ભડલીના મતે શ્રાવણ માસની સાતમે સૂર્ય (સૂર) જો સ્વાતિ નક્ષત્રમાં હોય તો ઘર પર્વતીય ઊંચાણે હોવું ઉત્તમ છે.
1.7K views05:52
ओपन / कमेंट
2022-06-29 08:52:21 ચંદ્રના અવકાશી ભ્રમણ માર્ગની પશ્ચાદ ભૂમિકામાં આવતા તારાઓના વિવિધ સમૂહોને નક્ષત્રો કહેવાય છે. (આ યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે.) જેમાં દરેકને આકાર મુજબ નામ અપાયાં છે. પૃથ્વી ફરતે ચંદ્ર 27.3 દિવસે તેનો એક આંટો પૂરો કરે છે. તેથી 27 નક્ષત્રોથી ચંદ્રના ક્રાંતિવૃત્તના 27 ભાગ પાડવામાં આવ્યા છે.

હવે જરા નક્ષત્રોનાં નામ પણ જાણી લ્યો. (ગૂગલને કદી તમે આવું કાંઈ ક્યાં પૂછો છો?) અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત (હાથિયો), ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વ અષાઢા, ઉત્તરા અષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારકા, પૂર્વભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી. આ આપણાં નક્ષત્રો જેમાં દરેકની એક રાશિ છે, વૃક્ષ છે, તેના દેવતા પણ છે. આપણે કયા નક્ષત્રમાં જન્મ્યાં છીએ તેને આ બધાં સાથે ગુઢ સંબંધ છે, પણ એ વાતો બીજીવાર કરીશું.

અંગ્રેજી લોકબોલીમાં પણ વરસાદનો વરતારો ક્યાંક સચવાયેલો છે. ‘વેન વિન્ડોઝ વોન્ટ ઓપન, એન્ડ સોલ્ટ ક્લોગ્સ ધ શેકર. ધ વેધર વીલ ફેવર, ધ અમ્બ્રેલા મેકર.’ (જ્યારે બારી જલ્દીથી ખોલી શકાય નહીં, શીશીમાં ભરેલું મીઠું ભભરાવી શકાય નહીં, ત્યારે વરસાદ આવવાની વકી છે. તેથી છત્રી બનાવતા કારીગરો ખાટી જાય છે.) અંગ્રેજી સાહિત્યમાં પણ આવું ઘણું પડ્યું છે. ભડલી જેવી કોઈ વિદ્વાન સ્ત્રી અગર વિદેશમાં થઈ હોત તો આજે તેનાં પુસ્તકોની લાખો આવૃત્તિઓ હોત. તેનાં નામનાં મ્યુઝિયમ અને રસ્તાઓ હોત. પરંતુ ગુજરાતી પ્રજા તેના પુરાતન ઇતિહાસ માટે કેટલાક અંશે ઉદાસ છે. તેથી જ આપણી પાસે ભડલી વાક્યો પર બહુ સંશોધન થયાં નથી.

ભરતભાઈ ખેની નોંધે છે કે વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર પાસે 93 જેટલાં ભડલી વાક્યોની હસ્તપ્રતો પ્રાપ્ય છે. શું ભડલી વાક્યોને આજના સાયન્સ સાથે મૂલવી શકાય? હોળીની ઝાળ પરથી વરસ કેવું જશે? ચકલી ધૂળમાં ન્હાય અને ઈંડાંવાળી કીડીઓ દેખાય તો શું થાશે? ભડલી વાક્યોનાં આવાં સસ્પેન્સભર્યાં રોચક તથ્યો જાણવા છે? તો આવતા બુધવાર સુધી રાહ જોવી પડશે. રસના ધોયા ના હોય વ્હાલા! વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.

‘ભડલી તો એમ જ ભણે' – ભડલીવાક્યો વિશે
ભરત ખેની

ઇન્ડિયા મિટિઓરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ/IMDના નિયામક સર એચ.એફ. બ્લેનફૉર્ડે આજથી લગભગ સવાસો વર્ષ અગાઉ ભારતીય ચોમાસાની સૌપ્રથમ વાર આગાહી કરી તે પહેલાંનો જમાનો જોઈએ. વર્ષાઋતુ કેવી રહેશે તેનું અનુમાન લગાવવા માટે આજે સહાયક બનતાં સાયન્સ-ટેક્નૉલોજી તે સમયમાં ન હતાં. ભારતમાં નહિ તેમ પશ્ચિમના દેશોમાં પણ નહિ. તેથી કુદરતના નિર્દેશાત્મક સંજોગોને તેમજ સજીવોની વર્તણૂકને આગામી વર્ષના સંકેતો ગણીને ધ્યાનમાં લેવામાં આવતી. પશ્ચિમી દેશોમાં જેમ કે બ્રિટન-અમેરિકામાં વર્ષાના આગમન તથા અભાવ વિષે અમુક લોકોક્તિઓ તેમજ ઘણાં પ્રાસ મેળવેલાં વિધાનો છે.

આપણે ત્યાં પણ વર્ષો-વર્તારા માટેનાં ભડલીવાક્યો રીતસર લોકસાહિત્ય સાથે વણાયાં છે. સ્વરૂપે ગદ્યને બદલે પદ્યમાં છે. પણ તે ‘વાક્યો’ તરીકે ઓળખાય છે. ખરું જોતાં તો તે વાક્યો નહિ પણ કાવ્યો છે પણ આપણે ત્યાં ‘ભડલીવાક્યો’ એવો શબ્દપ્રયોગ વધારે જાણીતો બન્યો છે. વાદળ, પવન, વીજળી, ઝાકળ, નક્ષત્ર તથા અમુક સજીવોના રંગ, ઢંગ અને વર્તનને ચોમાસાનાં ચોક્કસ ચિહ્નો ગણીને દરેક ભડલીવાક્ય અતિવૃષ્ટિ, ઇષ્ટવૃષ્ટિ કે અનાવૃષ્ટિને ભાખે છે. આ વાક્યો રચાયાં તેને આજે લગભગ ૯૦૦ વર્ષ થયાં, તે છતાં હજી ગુજરાતના ઘણા ખેડૂતોને તે કંઠસ્થ છે. કોઈ ભડલીવાક્ય રચવા માટે દેખીતી રીતે વિજ્ઞાનનો સહારો લેવાયો નથી. છતાં અમુક વાક્યોને નમૂના તરીકે સામે રાખીને વિજ્ઞાનના સંદર્ભે તેમનો ખુલાસો આપી શકાય તેમ છે.

ભડલીનાં કાવ્યમય વિધાનોની વાત કરતાં પહેલાં એટલું જાણવું યોગ્ય છે કે ભડલી સંવત ૧૨૦૦ના અરસાના સુપ્રસિદ્ધ જ્યોતિષ હુદડ / દૂદડની દીકરી હતી. આ જોષી સિદ્ધરાજ જયસિંહના સમયમાં મારવાડમાં રહેતા હતા. સંતાનોમાં તેને ફક્ત પુત્રી જ હતી જેને જ્યોતિષ વિદ્વાન હુદડે પોતાની વિદ્યા શીખવી હતી. હુદડ જાણતલ જ્યોતિષ ખરા, પણ તેનો મોટાભાગનો સમય ઘેટાં-બકરાં પાળવામાં વીતતો હતો. ખેતર, પહાડ, ચરિયાણ તેમજ પહાડોની ગાળીઓમાં અને પર્યાવરણની વચ્ચે રહીને તેણે નિસર્ગ સાથે અહર્નિશ મૈત્રી સાધી. પ્રાદેશિક વાતાવરણ, તેનાં પાંચ અંગો - પૃથ્વી, વાયુ, તેજ, પાણી અને અગ્નિ ઉપરાંત આકાશી ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્ર, વાદળ, વાયુ, ગરમી, ઠંડી, વાર, તિથિ, યોગ, કરણ, ઝાકળ તથા અમુક સજીવોના રંગઢંગ અને વર્તનનું નિરીક્ષણ કરી અને કુદરતી પરિબળો અને પાસાંઓ સાથે આત્મીય સંબંધ બાંધી તથા હવામાનની લીલાના નિયમો અનુભવી અને પછી અભ્યાસપૂર્ણ નિરીક્ષણો તારવ્યાં. અંતે તે સધળું જ્ઞાન પોતાની પ્રિય દીકરી ભડલી સમક્ષ મૂક્યું. જેણે આ જ્ઞાનને કાવ્યબદ્ધ રીતે લોકભાષામાં ઢાળીને રજૂ કર્યું. ભડલીએ ભાખેલાં વાક્યો વરસાદના વર્તારા સંબંધે મહામુલી ભેટ ગણાય છે.
1.2K views05:52
ओपन / कमेंट
2022-06-29 08:52:21 ભડલી વાક્યો.
સાંઈ-ફાઈ.
સાંઈરામ દવે.
૨૯-૦૬-૨૦૨૨/દિવ્યભાસ્કર સમાચારપત્ર/કળશ પૂર્તિ

હવામાન ખાતાની આગાહીને જાજા ભાગનાં લોકો સિગારેટ પર છાપેલી કેન્સરની જાહેરાતની જેમ ગંભીરતાથી નથી લેતા. ખાતાની આગાહીઓ એટલી બધી વાર જુઠ્ઠી ઠરી છે કે ઘણાંને આખા ખાતા પરથી જ ભરોસો ઊઠી ગયો છે. છેલ્લાં કેટલાંક વરસોથી ગ્લોબલ વોર્મિંગના પાપે ઉનાળામાં માવઠાં પડે છે. વર્ષાનું વિજ્ઞાન શું? વર્ષાની આગાહીનો વૈજ્ઞાનિક કોણ?

છેલ્લા દસકામાં તો સમગ્ર વિશ્વ ટેક્નિકલ રીતે ખૂબ આગળ વધ્યું. (અને પ્રાકૃતિક રીતે ખૂબ પાછળ ગયું) અદ્યતન વેધર એનાલિસિસનાં સાધનો હવે તો જગતે શોધી કાઢ્યાં છે. એવા સમયે ભારતના કદાચ પહેલા વર્ષાઋતુની આગાહી કરનાર ‘ભડલી’નું નામ તો બધાંને યાદ પણ નહીં હોય. ભડલી વાક્યો લોકજીભે કહેવતોની જેમ આજે પણ સચવાયેલા છે. ગ્રામ્ય ખેડૂતોને આજે પણ ભડલી વાક્યો કંઠસ્થ છે. વરસાદ માટેની ભડલીની આગાહીઓ ખેડૂતો માટે પુરાણ જેવી બની ગઈ છે.

ભડલી વાક્યો સંસ્કૃતના પવિત્ર શ્લોકની જેમ અમરપદને પામ્યાં છે. વરસાદના ચાર-છ મહિના અગાઉ માત્ર પવન-વજળી-મેઘગર્જના કે મેઘધનુષ પરથી આખા વરસમાં વરસાદ કેવો થશે તેની સચોટ આગાહી અને વરતારા આ ભડલી વાક્યોમાં છપાયેલાં છે. મજાની વાત એ છે કે ભડલીએ દુહા-સોરઠા અને ચોપાઈમાં તળપદા શબ્દોથી કાવ્યોમાં જ આગાહી વર્ણવી છે. તેણે વાક્યો લખ્યાં નથી છતાં લોકો તેને ‘ભડલી વાક્યો’ તરીકે જ ઓળખાવે છે.

ભડલી પુરુષ હતો કે સ્ત્રી? ગુજરાત-રાજસ્થાન કે બંગાળ ક્યાંનો રહેવાસી હતો? કયા કાળમાં થઈ ગયો? આ બધા મુદ્દાઓ વિશે બહુ બધા વિવાદો છે. વિદ્વાનો વચ્ચે પણ મત-મતાંતર છે. જેઠાલાલ ત્રિવેદીએ સંપાદિત કરેલું ‘ભડલી વાક્યો’ નામનું નાનકડું પુસ્તક અને ભરતભાઈ ખેનીનો એક લેખ વાંચી મને થયું કે ‘ભડલી તો ભુલાઈ જ ગયા છે!’ ભગવદ્દગોમંડળ ખોળતાં ભડલી વિશે થોડું સમાધાન મળ્યું એ અત્રે ટાંકું છું.

ઈ.સ. 1096થી 1143 સુધી ગુજરાત પર સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું રાજ હતું, જે ગુજરાતનો સુવર્ણકાળ ગણાય. એ કાળમાં હુદડ જોશી નામે એક મહાન જ્યોતિષી થઈ ગયો. (જેનું બીજું નામ ઘાઘ પંડિત પણ હતું.) તે પ્રકૃતિ પ્રેમી હતો. પશુપાલન કરતો અને દિવસ-રાત પહાડો અને નદીઓની ભેખડોમાં પડ્યો રહેતો. વાયુ-વાદળ-વરસાદ અને નક્ષત્રો સાથે તેની મૈત્રી ગાઢ બની. પ્રકૃતિનાં કેટલાંક અણમોલ રહસ્યો તે પામી ગયો.

હુદડ જોશીને એક દીકરી હતી જેનું નામ હતું ‘ભડલી’. પિતાના જ્ઞાનનો વારસો દીકરીએ પચાવ્યો. દીકરી ભડલીએ પિતાનું આખું વર્ષા વિજ્ઞાન એકદમ લોકબોલીમાં ગોઠવ્યું. આજે આશરે 983 વર્ષ પછી પણ એ ભડલીનાં વાક્યો સચોટ અને પ્રેક્ટિકલ છે. દીકરી ભડલીએ પણ પિતાના જ્ઞાનમાં પોતાનો અનુભવ ઉમેર્યો. આ રીતે નક્ષત્રોનું અગાધ જ્ઞાન એક પિતા-પુત્રી દ્વારા ધરતી પર અવતર્યું.

બીજી એક દંતકથા એવી છે કે, મહારાજા સિદ્ધરાજે જ્યારે રુદ્રમાળ સ્થાપવાનો નિર્ણય કર્યો ત્યારે આ ઘાઘ પંડિત એટલે કે હુદડ જોશીને યોગ્ય મુહૂર્ત અને સ્થળ માટે નિમંત્રણ આપ્યું. હુદડ જોશીએ શેષનાગની ફેણ ઉપર ખીલી લાગે એવી જગ્યા પર મેખ મારવાનું કહ્યું. રાજાએ ખીલી તો મારી પણ સાદા સીધા ગામડિયા જેવા લાગતા હુદડ જોશી પર તેને શંકા ગઈ, જેથી ખીલી શેષનાગ પર જ લાગી છે તે તપાસવા રાજાએ ખીલી પાછી ખેંચી અને જમીનમાંથી લોહીની ધાર થઈ.

દંતકથા તો એવું કહે છે કે એ લોહી શેષનાગનું જ હતું. રાજાએ ફરી ખીલી લગાવી ત્યાં શેષનાગે મોં ફેરવી લીધું. મુહૂર્ત ચાલ્યું ગયું. પરિણામે રુદ્રમાળ પણ અવિચળ ન રહ્યો અને સિદ્ધરાજ ગુજરાતનો અંતિમ હિંદુ સમ્રાટ બન્યો.

આ કથા સાથે સહમત થવું ન થવું એ વિવેક શ્રોતાઓ પર છોડું છું. પરંતુ લોકકથાઓ કાંઈ બૌદ્ધિકોની લેબોરેટરીમાંથી બહાર નથી પડતી; કે ના એ કોઈ વિદ્વાનોના સર્ટિફિકેટની મોહતાજ હોય. કહેવતો-રૂઢિપ્રયોગો-લોકગીતો-જોડકણાંઓ કે લોકકથાઓ તો ઝરણાની જેમ વહે છે. તમે એ ઝરણામાં ભીંજાઓ છો કે કોરા રહો તેને કશો ફર્ક નથી પડતો. એ જ કારણથી આજે 983 વર્ષ પછી પણ વડીલો પાસેથી ભડલી વાક્યો સંભળાય છે કે:

‘જો વરસે આદરા,
તો બારે માસ પાધરા!'

અર્થાત આર્દ્રા નક્ષત્રમાં જો વરસાદ આવે તો બારેમાસ પાધરા એટલે આખું વરસ સારું જશે.

‘જો વરસે ઉત્તરા,
તો ધાન ન ખાઈ કૂતરા,
જો વરસે મઘા,
તો થાય ધાનના ઢગા,
જો વરસે પૂર્વા,
તો લોક બેસે ઝૂરવા,
જો વરસે હસ્ત,
તો પાકે અઢારે વસ્ત,
હાથિયો વરસે હાર,
તો આખું વરસ પાર,
જો વરસે હાથિયો,
તો મોતીએ પુરાય સાથીયો.’

હવે ઉપરનાં ભડલી વાક્યો ઉકેલવા માટે નક્ષત્રો સમજવા જરૂરી છે. કેટલાક સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા મારા યુવાન મિત્રો તો નક્ષત્રનાં નામ પણ ભૂલી ગયા હશે. ચાલો જરા ખગોળશાસ્ત્ર મેં ગોળ ગોળ ફરકે આતે હૈ.
1.4K views05:52
ओपन / कमेंट
2022-06-19 12:34:08
529 views09:34
ओपन / कमेंट
2022-06-11 10:18:57 ગુજરાતી ભાષા નો ઇતિહાસ
ગદ્ય અને પદ્ય બન્ને
રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .
પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે .



રાજ્યસભા ટીવી જોવી .
દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર )
મહિના નું કરંટ મેગેઝીન વાંચવું
જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે તે બધું જ જાણવું જરુરી છે .
ભારત ની મુખ્ય સમસ્યા કઈ છે ?

કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?

UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .

તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)

કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે

લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો

UPSC ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે.

૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી . તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .

મનોજ કુમાર શર્મા ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .

આવા તો ઘણા બધા ઉદાહરણ છે .



એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે

અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે .

ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે .
એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા .

ભારત સરકાર ના પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા એ UPSC પાસ કરેલી છે . યશવંત સિન્હા ક્લેક્ટર હતા .

ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિજી સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.

ઉત્તર પ્રદેશ ના ચાર વખત મુખ્યમંત્રી રહેલા લોકસભાના સાંસદ રહેલા રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ પણ UPSC ની તૈયારી કરેલી છે .

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .

(આ પોસ્ટ નો સ્પષ્ટ હેતુ વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા માટે પ્રેરિત કરવાનો માત્ર છે)
1.7K views07:18
ओपन / कमेंट