Get Mystery Box with random crypto!

Gujarati grammar & Sahitya by Mitesh sir

टेलीग्राम चैनल का लोगो gujarati_se — Gujarati grammar & Sahitya by Mitesh sir G
टेलीग्राम चैनल का लोगो gujarati_se — Gujarati grammar & Sahitya by Mitesh sir
चैनल का पता: @gujarati_se
श्रेणियाँ: बोली
भाषा: हिंदी
ग्राहकों: 2.32K
चैनल से विवरण

આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારમાં લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં પૂછવામાં આવતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય વિષયનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 2

2022-06-11 10:18:57 *આ પોસ્ટ વાંચતા પહેલા પોતાની જાત ને વચન આપજો કે હું કમસેકમ એક વિદ્યાર્થી ને આ માટે પ્રેરિત કરીશ.*

UPSC ( IAS - IPS - IFS )

UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ? UPSC ની એક્ઝામ કોણ આપી શકે ? UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ? UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ મળે ? વગેરે સવાલો તમને થતા હશે !

UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ , જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે . UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે .

UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .

પ્રિલિમ એક્ઝામ
મેઈન એક્ઝામ
ઇન્ટરવ્યૂ

પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે .
બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .
જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ .
(બીજા પેપર ના માર્ક ગણાતા નથી)

૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .

પ્રીલીમ પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .

મુખ્ય પરિક્ષા

મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે .

# અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે,પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )

# બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણ ની ૮ મી અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો .
તેમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો ,તેમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)

આ બન્ને પેપર મા પાસ થવું જરૂરી છે આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી .


મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે

નિબંધ નું પેપર
ચાર જનરલ સ્ટડી ના પેપર
બે optional‌‌ ના પેપર
( જે તમારે નક્કી કરવા નો હોય છે,જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )

આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .

૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે )

ઇન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ કુલ ૨૭૫ માર્ક નું હોય છે.

ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય,દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ,તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે.

( UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.)


કુલ ૨૦૨૫ માર્ક માંથી ઉમેદવાર ને માર્ક મળતા હોય છે .

પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .

જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .

UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ?

UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .

હિસ્ટ્રી માટે

ધો . ૬ થી ૧૨ ની ncert
પ્રાચીન ભારતનો ઇતિહાસ
મધ્ય ભારત નો ઇતિહાસ
આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો .

ભૂગોળ માટે

ધો .૬ થી ૧૨ ની ncert બુક વાંચવી .
કરંટ અફેર્સ વાંચવું
ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી

અર્થશાસ્ત્ર માટે

૬ થી ૧૨ ની ncert
રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી
કરંટ અફેર્સ વાંચવું
યુટ્યુબ પર ના મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .

પોલિટીકલ સાયન્સ માટે
ધો ૬ થી ૧૨ ની ncert
એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલ સાયન્સ ની બુક
કરંટ અફેર્સ

સમાજશાસ્ત્ર માટે

ધો. ૬ થી ૧૨ ની ncert
સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર.

વિજ્ઞાન માટે

ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨ સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
કરંટ અફેર્સ

ગણિત માટે

ધો. ૬ થી ૧૦ ની ncert
( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ,ખાલી દસમાં સુધીનું )

અંગ્રેજી માટે

અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક . આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .

Optional subject માટે
Optional ના બે પેપર હોય છે .
ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .
1.5K views07:18
ओपन / कमेंट
2022-06-05 07:34:19
409 views04:34
ओपन / कमेंट
2022-05-31 14:09:02
523 views11:09
ओपन / कमेंट
2022-05-20 20:36:23 વિદ્યાર્થીઓ તથા અધ્યાપક મિત્રો,

ગુજરાતી તથા અન્ય કોઈપણ વિષયમાં બી.એ થયેલા વિદ્યાર્થીઓ માટે
ગુજરાતી ભાષા-સાહિત્યમાં એમ.એ. કરવાની ઉત્તમ તક...

https://www.cug.ac.in

https://cucet.nta.nic.in/



આપને જણાવતા આનંદ થાય છે કે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતી વિષયમાં એમ.એ. કરવા માટે ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રની શરુઆત થઈ છે. જેમાં એમ.એ.માં માત્ર ૩૩ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાનો છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, જર્મન, ચાઈનીઝ જેવી ભાષાઓમાં પણ એમ.એ. થાય છે. તેજસ્વી તેમજ જીવનમાં કંઈ ઉત્તમ કરવાની ધગશવાળા વિદ્યાર્થીઓ માટે અહીં ગુજરાતીમાં પ્રવેશ મેળવી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સાહિત્ય તેમજ જ્ઞાનની અન્ય વિદ્યાશાખાઓ સાથે જોડાવાની અપાર તકો છે. નજીવી ફિમાં આપને અનેક સુવિધાઓ તથા ઉત્તમ અધ્યાપકોનો લાભ મળશે.
હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે, આ ઉપરાંત એસ.સી, એસ.ટી કેટગરીના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માફ છે તેમજ સ્કોલરશીપ મળવા પાત્ર છે. હાલ આ ગુજરાતી કેન્દ્રમાં છ કાયમી અધ્યાપકો ફરજ બજાવી રહ્યાં છે.
આ ઉપરાંત ગાંધીનગરમાં રહી સ્પર્ધાત્મક પરિક્ષાઓ તૈયારી માટેની તકો.

જે વિદ્યાર્થીઓનું ટી.વાય.નું પરિણામ આવવું બાકી હોય એ પણ આમાં એડમિશન માટે લેવાનાર પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

સેન્ટ્લ યુનિવર્સિટી ઓફ ગુજરાત વિશે...

સેન્ટ્લ યુનિવર્સિટી ઓફ ગુજરાતની સ્થાપના ભારતની સંસદ દ્વારા વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી. હાલ આ યુનિવર્સિટીના જુદા જુદા સંસ્થાનોમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે લગભગ ૧૨૦ જેટલા અધ્યાપકો કાર્યરત છે. એટલે કે અધ્યાપક અને વિદ્યાર્થીઓનો ૧:૧૧થી પણ ઓછો છે.એના અભ્યાસક્રમો પણ આપણી પરંપરાગત યુનિવર્સિટીઓ કરતા જૂદા છે.

સંપર્ક :
પ્રો.રાજેશ મકવાણા : 9824426562
ડૉ. અજયસિંહ ચૌહાણ : 9879232989
ડૉ. પ્રતિભા પંડ્યા : 9426230322
ડૉ. દીપક ભટ્ટ : 9374964306
ડો. સંગીતા ચૌધરી : 6353010054
ડૉ. બળદેવ પ્રજાપતિ : 8490038901

ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્ર, ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અધ્યયન સંસ્થાન,
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય
ગાંધીનગર.
292 views17:36
ओपन / कमेंट
2022-05-20 20:36:10 Admission MA Gujarati_CUG
277 views17:36
ओपन / कमेंट
2022-05-19 12:31:07 My talk with Dr. Drashti Patel on the Medieval Gujarati Poet PREMANAND in Sahitya Sarvani Program of Durdarshan Girinar on the occasion of Azadi ka Amrit Mahotsav.





Ajaysinh Chauhanl
298 views09:31
ओपन / कमेंट
2022-05-07 20:20:41 સલીમ અલી રાષ્ટ્રીય ઉધાન કયા રાજયમાં આવેલ છે ?

જમ્મુ-કાશ્મીર
ગોવા
અરણાચલ પ્રદેશ
આંધ્રપ્રદેશ

રાજ્ય અને રાષ્ટ્રીય પાર્કના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ?

A. ગુજરાત-રણથંભોર        
B. મધ્યપ્રદેશ- કાન્હા    
C. હરિયાણા – સુલ્તાનપૂર     
D. કર્ણાટક-બાંદીપુર

કઈ જોડ અભ્યારણ્ય અને પ્રાણીઓના સંદર્ભમાં સાચી નથી ?

A. વેળાવદર-કાળિયાર      
B. કાઝીરંગા – ગેંડા     
C. બાંધવગઢ-વાઘ      
D. સલીમ અલી- હરણ

કાઝીરંગા અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?

A. આસામ                   
B. ઓડિશા             
C. બિહાર               
D. પશ્ચિમ બંગાળ

‘સાયલન્ટ વેલી’ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ?

A. કર્ણાટક                  
B. કેરલ                         
C. પશ્ચિમ બંગાળ               
D. સિક્કિમ

કસ્તુરી મૃગ કયા અભ્યારણ્યમાં જોવા મળે છે ?

A. દચિગામ                      
B. માનસ                            
C. કાઝીરંગા                
D. પેરિયાર

વિશ્વનું એકમાત્ર તરતુ નેશનલ પાર્ક “કિબુલલામાઝાઓ” કયા રાજયમાં આવેલું છે ?

A. નાગાલેન્ડ                    
B. મણિપુર                   
C. ત્રિપુરા                   
D. મિઝોરમ

હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ કયાં જિલ્લા આવેલું છે

A રાજકોટ
B અમરેલી
C બોટાદ
D પોરબંદર

ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ?

A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન          
B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન 
C. હેલી રાષ્ટ્રીય ઉદ્યાન 
D. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

મહાગંગા પક્ષી અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?

A. જુનાગઢ                      
B. ગીર સોમનાથ           
C. દેવભૂમિ દ્વારકા           
D. અમરેલી

પાણીયા પ્રાકૃતિક અભ્યારણ ક્યાં આવેલું છે. ?

A અમરેલી
B બોટાદ
C સુરેન્દ્રનગર
D મોરબી

દુધવા નેશનલ પાર્ક કયાં રાજ્ય માં આવેલું છે...?

A મહારાષ્ટ્ર
B મધ્ય પ્રદેશ
C ઉતરપ્રદેશ
D બિહાર

ગિડી નેશનલ પાર્ક કયાં રાજ્ય માં આવેલું છે ??

A આસામ
B તમિલનાડુ
C મેઘાલય
D હિમાચલ પ્રદેશ

રોહલા નેશનલ પાર્ક કયાં રાજ્ય માં આવેલું છે..?

A હિમાચલ પ્રદેશ
B મણિપુર
C આસામ
D ઉતર પ્રદેશ

સિમ્લીપાલ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલુ છે..?

A મેઘાલય
B ઓડિશા
C મણિપુર
D બિહાર

●════
811 views17:20
ओपन / कमेंट
2022-04-25 06:18:42
સંજ્ઞા...
રૂ
Anonymous Quiz
13%
વ્યક્તિ વાચક
20%
સમૂહ વાચક
67%
દ્રવ્ય વાચક
2.4K voters961 views03:18
ओपन / कमेंट
2022-04-25 06:18:42
રૂઢિ પ્રયોગ...
ભાંગી જવું
Anonymous Quiz
3%
દોડવું
87%
હતાશ થવું
8%
દૂર થવું
2%
વાગવું
2.3K voters963 views03:18
ओपन / कमेंट
2022-04-25 06:18:42
શબ્દ સમૂહ માટે એક શબ્દ...
પાણીમાં થતું કુંડાળું-
Anonymous Quiz
3%
ટપ
7%
પરીઘ
86%
વમળ
5%
વર્તુળ
2.3K voters875 views03:18
ओपन / कमेंट