Get Mystery Box with random crypto!

Gujarati News Daily

टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily G
टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily
चैनल का पता: @gujaratinewsdaily
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 54

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 9

2023-05-01 07:06:06
Breaking ISIS ચીફ અબુ હુસૈન અલ કુરેશી માર્યો ગયો, તુર્કીનો દાવો; સીરિયામાં ઘૂસી માર્યો

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દાવો કર્યો છે કે ISISનો અબુ હુસૈન અલ-કુરેશી સીરિયામાં એક ઓપરેશનમાં માર્યો ગયો છે. આ અંગેની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે તુર્કીની સેનાએ સીરિયામાં ઓપરેશન શરૂ કર્યું છે. એર્દોગને ટીવી પર આ દાવો કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટે થોડા મહિના પહેલા કહ્યું હતું કે તેના પૂર્વ ચીફ અબુ હસન અલ-હાશિમી અલ કુરેશીની હત્યા થઈ ગઈ હતી, ત્યારબાદ અબુ હુસૈને તેનું સ્થાન લીધું હતું.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-04-30 22:06:13
વિરોધ / સાક્ષી મલિકે તેના લગ્નમાં બૃજભૂષણને બોલાવ્યાંતા, ફોટો વાયરલ થતાં આવી સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાન પર

મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના ચીફ પર લગાવ્યા છે આરોપકેટલાક રેસલર્સની ફરિયાદ પર સોશિયલ મીડિયા પર પણ સવાલો ઉઠ્યાચિન્માઈ શ્રીપદાના ટ્વીટને રીટ્વીટ કરતી વખતે, સાક્ષી મલાઈકાનો બચાવ કર્યો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ અને બીજેપી નેતા બૃજભૂષણ શરણ સિંહ પર ઘણી મહિલા કુસ્તીબાજોએ શોષણનો આરોપ લગાવ્યો હતો.

સંપૂર્ણ લેખ વાંચો
2 views19:06
ओपन / कमेंट
2023-04-30 22:06:10
'મન કી બાત' દ્વારા PM મોદીએ દેશને એકતાના તાંતણે બાંધ્યો છેઃ ગુજરાત રાજ્યપાલ

PM નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 100મી કડીનું ગાંધીનગરમાં રાજભવન ખાતે વિશેષ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. મન કી બાત કાર્યક્રમના પ્રસારણને અંતે પોતાના સંબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશની સાંસ્કૃતિક, ધાર્મિક અને ભૌગોલિક વિરાસત અને વિચારધારાઓનો પરસ્પર પરિચય કરાવવાનું કાર્ય કર્યું છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views19:06
ओपन / कमेंट
2023-04-30 19:06:15
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા હોસ્પિટલમાં ખસેડાયા

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને અનુજ પટેલને બ્રેઇન સ્ટોક આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓના પરિવારમાં ભારે ચિંતા પ્રસરી ગઇ હતી અને અનુજ પટેલને સારવાર માટે કેડી હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું.

સંપૂર્ણ લેખ વાંચો
4 views16:06
ओपन / कमेंट
2023-04-30 19:06:13
આઈપીએલ : 19મી ઓવરનો એ કૅચ જેણે લાખો લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા

આઈપીએલની ચાલુ સિઝનમાં રવિવારે ચેન્નાઈના એમ. એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ ગજબ રસાકસીભરી રહી હતી.અંતિમ ઓવર સુધી ખેંચાયેલ મૅચમાં ચેન્નાઈએ મૂકેલ 201 રનનો ટાર્ગેટ પંજાબ કિંગ્સે ચાર વિકેટ બાકી રહેતાં પ્રાપ્ત કરી લીધો હતો.પરંતુ આ મૅચમાં બંને ટીમો વચ્ચે જોવા મળેલી રસાકસી કરતાં 19મી ઓવરમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી શાઇક રાશિદે આક્રમક દેખાઈ રહેલા પંજાબ કિંગ્સના બૅટ્સમૅન જિતેશ શર્માનો ઝડપેલ કૅચ વધુ ચર્ચાનો વિષય બન્યો હતો.

સંપૂર્ણ લેખ વાંચો
3 views16:06
ओपन / कमेंट
2023-04-30 19:06:13
ખુલાસો / આડા સંબંધો માટે નેવીવાળો પત્નીના કટકા કરીને જંગલમાં નાખી આવ્યો, પણ પકડાઈ ગયો ખાસ વસ્તુથી

કુકડોલા ગામે ખેતરમાથી મળી આવેલ મહિલાના મૃતદેહનો મામલોઆડા સંબંધમાં નેવીના નિવૃત પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી ડીસીપી વિજય પ્રતાપે જણાવ્યું કેગુરુગ્રામના કુકડોલા ગામે આવેલા એક ખેતરમાથી મહિલાની અર્ધ સલગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે કુકડોલા ગામના ઉમેદ સિંહના ખેતરની ઓરડીમા મૃતદેહ હોવાં મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

સંપૂર્ણ લેખ વાંચો
3 views16:06
ओपन / कमेंट
2023-04-30 19:06:11
C-17 ગ્લોબમાસ્ટર : વિદેશમાં ફસાયેલા ભારતીયોને બચાવતું મિશન સંજીવની કેવી રીતે બન્યું?

C-17 ગ્લોબમાસ્ટરવર્ષ 2023ની શરૂઆત થઈ ચૂકી હતી અને દિલ્હી પાસે આવેલા ભારતીય વાયુ સેનાના ઍરબેઝમાં હૅંગરો, હવાઈપટ્ટી અને ટેકનિકલ વસ્તુઓનું રેગ્યુલર નિરીક્ષણ ચાલી રહ્યું છે.છ જાન્યુઆરીનો દિવસ હતો અને સમગ્ર વિશ્વમાં તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપોના સમાચાર પ્રસરી રહ્યા હતા. કહેવાઈ રહ્યું હતું કે આવો ભયાનક ભૂકંપ દાયકાઓ બાદ આવ્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો
3 views16:06
ओपन / कमेंट
2023-04-30 19:06:07
આઈપીએલ : 19મી ઓવરનો એ કૅચ જેણે લાખો લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા

આઈપીએલની ચાલુ સિઝનમાં રવિવારે ચેન્નાઈના એમ. એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ ગજબ રસાકસીભરી રહી હતી.અંતિમ ઓવર સુધી ખેંચાયેલ મૅચમાં ચેન્નાઈએ મૂકેલ 201 રનનો પંજાબ કિંગ્સે ચાર વિકેટ બાકી રહેતાં પ્રાપ્ત કરી લીધો હતો.પરંતુ આ મૅચમાં બંને ટીમો વચ્ચે જોવા મળેલી રસાકસી કરતાં 19મી ઓવરમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી શાઇક રાશિદે આક્રમક દેખાઈ રહેલા પંજાબ કિંગ્સના બૅટ્સમૅન જિતેશ શર્માનો ઝડપેલ કૅચ ચર્ચાનો વિષય બન્યો હતો.

સંપૂર્ણ લેખ વાંચો
3 views16:06
ओपन / कमेंट
2023-04-30 16:06:13
ખાસ બહેનપણી રીટા-સુનીતા પ્રેમમાં પડી, સેંથામાં સિંદૂર ભરી લગ્ન કર્યા

UPના હમીરપુર જિલ્લાના રાઠમાં સમલૈંગિક લગ્નનો મામલો સામે આવ્યો છે. બાળપણથી સાથે રમતી બે સહેલીઓ એકબીજાના પ્રેમમાં પડી. પ્રેમમાં આગળ વધીને રીટાએ મંદિરમાં જઈ સુનીતાના સેંથામાં સિંદૂર ભરી દીધું. આટલું જ નહીં બંને રજિસ્ટર્ડ મેરેજ માટે સિવિલ કોર્ટ પહોંચ્યા હતા. જ્યાં વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને ટાંકીને સમલૈંગિક લગ્નો કરાવવાનો ઈન્કાર કર્યો હતો.

સંપૂર્ણ લેખ વાંચો
3 views13:06
ओपन / कमेंट
2023-04-28 07:06:17
બનાસકાંઠામાં કરા સાથે પડ્યો વરસાદ, લોકો છત્રી લઇને ઘરની બહાર નીકળ્યા

બનાસકાંઠા: હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट