Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 9

2022-05-29 07:06:13 1. ક્યાં પ્રાચીન નગરમાં સૌપ્રથમ ડાંગરની ફોતરીઓ મળી આવેલ છે? 
A) લોથલ
B) લાખાબાવળ
C) રંગપુર
D) ધોળાવીરા

2. કચ્છની સૌ પ્રથમ લિફ્ટ ક્યા પેલેસમાં રાખવામાં આવી હતી?
A) આયના મહેલ
B) વિજય વિલાસ પેલેસ
C) શરદબાગ પેલેસ
D) પ્રાગ મહેલ

3. નીચે મનુષ્યના સુક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ?
A) મૂલાધાર - પૃથ્વી તત્વ
B) સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ
C) મણિપુર - અગ્નિ તત્વ
D) અનાહત - જલ તત્વ

4. FRI માં સહી કરવાની ના પડે તો કઈ કલમ લાગુ પડે ?
A) 180
B) 182
C) 185
D) 189

5. ‘વડાપ્રધાન મંત્રીમંડળના બધા જ નિર્ણયો અને શાસન સંબંધી પ્રસ્તાવોની રાષ્ટ્રપતિને જાણ કરશે.’ આ પ્રકારની જોગવાઈ બંધારણના કયાં અનુચ્છેદમાં છે ?
A) અનુ. 75
B) અનુ. 78
C) અનુ. 80
D) અનુ. 72

1. C 2. C 3. B. 4. A. 5. B

Join : @CurrentAdda
2.0K viewsAjay Ambaliya, 04:06
ओपन / कमेंट
2022-05-28 18:01:50
Gsssb student situation be like
1.3K viewsAjay Ambaliya, 15:01
ओपन / कमेंट
2022-05-28 18:00:41
2.1K viewsAjay Ambaliya, 15:00
ओपन / कमेंट
2022-05-28 14:07:48 *ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ રીજલ્ટ જોવા માટે નીચે આપેલ વેબસાઈટને સેવ કરી લો જેથી જયારે પણ રીજલ્ટ જાહેર થશે, સૌ પ્રથમ જોઈ શકશો*

*ધોરણ 10 રીજલ્ટ લિંક:*
https://bit.ly/3NEvzLT

*ધોરણ 12 રીજલ્ટ લિંક:*
https://bit.ly/3wVTMGN
955 viewsG G, 11:07
ओपन / कमेंट
2022-05-28 10:53:10 રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભરતી

➞ પોસ્ટ : લાઈન મેન અને અન્ય

➞ ફોર્મ ભરો: https://bit.ly/3LlIH76

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરતી

➞ પોસ્ટ : વિવિધ ટેક્નિકલ

➞ ફોર્મ ભરો: https://bit.ly/3GqpIaN

ગુજરાત ફોરેસ્ટ દ્વારા ભરતી..

➞ પોસ્ટ : આસિસ્ટન્ટ, સુપ્રીટેન્ડેટ અને અન્ય

➞ ફોર્મ ભરો: https://bit.ly/3GpY9OI

ICDS: ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ પર આવી ભરતી...

➥ પોસ્ટ: નર્સ, આયાબેન, હેલ્પર, હાઉસ મધર અને MBBS ડોકટર

➥ પગાર ધોરણ: ₹ 25,000/- થી શરૂ..

➜ ફોર્મ ભરો:
https://bit.ly/3mafrq5
━─────⊱◈✿◈⊰─────━
‌➺ આવી તમામ ભરતીના નોટીફિકેશન માટે અમારા ગ્રુપમાં જોડાઈ જાવ.
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
3.1K viewsAjay Ambaliya, 07:53
ओपन / कमेंट
2022-05-27 19:48:07 Current Adda - GPSC/GSSSB Junction pinned « IPL સેમી-ફાઇનલ આજ ની IPL જુઓ Live : બેંગ્લોર vs રાજસ્થાન ➞ લિંક : https://bit.ly/3KPEzgg તમારા મિત્રોને પણ Share કરો»
16:48
ओपन / कमेंट
2022-05-27 19:42:43 સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની PDF નો ખજાનો

તમામ લીંક પર જેતે વિષયની ૧૫+ PDF મળશે.

અશોકા પબ્લિકેશન ૩૮ જૂની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નપત્રો
https://bit.ly/3q2LDOg

8000+ પ્રશ્નોની PDF - accurate Academy
https://bit.ly/3q2LDOg

તમામ ગુજરાત પાક્ષિક PDF
https://bit.ly/318JUOh

angel academy All Subject Material
https://bit.ly/32MtKub

બંધારણ PDF
https://bit.ly/3Fzifoy

કોમ્પુટર PDF
https://bit.ly/3JpKyrY

ગુજરાતી વ્યાકરણ PDF
https://bit.ly/3Hog7An

ગુજરાતી સાહિત્ય PDF
https://bit.ly/3FI6OLm

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
267 viewsAjay Ambaliya, 16:42
ओपन / कमेंट
2022-05-27 19:40:34 નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટી એ મધ્ય દિલ્હીમાં અનંગપાલ તોમર II ની પ્રતિમા ઊભી કરવાની અને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના બનાવી.

➜ નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટી (NMA) (સંસ્કૃતિ મંત્રાલય હેઠળના સ્મારકોના સંરક્ષણ અને જાળવણી માટે સ્થપાયેલ) એ મધ્ય દિલ્હીમાં અનંગપાલ તોમર II ની પ્રતિમા ઊભી કરવાની અને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના બનાવી છે.
➜ ઘણા માને છે કે તે દિલ્હીના સ્થાપક-રાજા હતા.

અનંગપાલ II કોણ હતા?

➜ 8મી અને 12મી સદી વચ્ચે હાલના દિલ્હી અને હરિયાણાના ભાગો પર શાસન કરનારા તોમર વંશના છે.
➜ તેઓ તેમના પૌત્ર પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા અનુગામી બન્યા હતા જેમને તરૈન (હાલનું હરિયાણા) ના યુદ્ધમાં ઘુરીદ દળો દ્વારા પરાજિત કરવામાં આવ્યા હતા.
➜ ત્યારબાદ 1192 માં દિલ્હી સલ્તનતની સ્થાપના કરવામાં આવી હતી.
➜ અનંગપાલ II ના શાસન દરમિયાન તોમર વંશે તેની રાજધાની 8મી સદીમાં ધિલ્લિકાપુરી (દિલ્હી) માં સ્થાનાંતરિત કરી હતી.
➜ કુતુબ સંકુલમાં આવેલ વિષ્ણુ ગરુડ ધ્વજ (લોખંડનો સ્તંભ) પણ રાજા અનંગપાલ તોમર II દ્વારા લાવવામાં આવ્યો હતો.

તોમર વંશ વિશે

➜ તોમારા રાજવંશ એ ઉત્તર ભારતના નાના પ્રારંભિક મધ્યયુગીન શાસક ગૃહોમાંનું એક છે.
➜ બાર્ડિક પરંપરા અનુસાર રાજવંશ 36 રાજપૂત જાતિઓમાંનો એક હતો.
➜ પરિવારનો ઈતિહાસ 11મી સદીમાં દિલ્હી શહેરની સ્થાપના કરનાર અનંગપાલના શાસન અને 1164માં ચૌહાણ (ચહામણા) સામ્રાજ્યમાં દિલ્હીના સમાવેશ વચ્ચેના સમયગાળાને આવરી લે છે.
➜ દિલ્હી પછીથી ચૌહાણ સામ્રાજ્યનો નિર્ણાયક ભાગ બની ગયો હોવા છતાં આંકડાકીય અને તુલનાત્મક રીતે વિલંબિત સાહિત્યિક પુરાવા સૂચવે છે કે અનંગપાલા અને મદનપાલા જેવા તોમારા રાજાઓ સામંતશાહી તરીકે શાસન કરવાનું ચાલુ રાખ્યું હતું.
➜ સંભવતઃ 1192-93માં મુસ્લિમો દ્વારા દિલ્હીના અંતિમ વિજય સુધી શાસન કરવાનું ચાલુ રાખ્યું હતું.

Join : @CurrentAdda
740 viewsAjay Ambaliya, 16:40
ओपन / कमेंट
2022-05-27 17:29:16 IPL સેમી-ફાઇનલ

આજ ની IPL જુઓ Live : બેંગ્લોર vs રાજસ્થાન

➞ લિંક : https://bit.ly/3KPEzgg

તમારા મિત્રોને પણ Share કરો
918 viewsAjay Ambaliya, 14:29
ओपन / कमेंट
2022-05-27 06:09:41 English grammar

તલાટી, જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક, પીએસઆઇ મુખ્ય પરીક્ષા અને બધી વર્ગ -3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે



Singular and Plural- એકવચન-બહુવચન વિશે જોઈએ.

1.જેને ગણી શકાય તેવા નામ નું જ બહુવચન થઈ શકે.જેમ કે: boy-boys,cow-cows

2.Abstract nouns -ભાવવાચક નામનું બહુવચન ન થઈ શકે.જેમ કે, honesty,love નું બહુવચન ન થઈ શકે.
Material nouns-પદાર્થવાચક નામ નું બહુવચન ન થઈ શકે.જેમ કે, gold,rice, copper નું બહુવચન ન થઈ શકે

4.Proper nouns વ્યક્તિવાચક નામનું બહુવચન ન થઈ શકે.જેમ કે,Ashok, Manoj નું બહુવચન ન થઈ શકે.

5.ગણી શકાય તેવા એકવચન નામની આગળ જ A ,An આર્ટિકલ આવે.

6.ન ગણી શકાય તેવા નામ, બહુવચન માં હોય તેવાં નામ ,ભાવવાચક નામ, પદાર્થવાચક નામ કે વ્યક્તિવાચક નામની આગળ A કે An આર્ટિકલ ક્યારેય ન આવે.

7.બહુવચન કરવા નામને s કે es લાગે છે.જેમ કે, cat-cats,dog-dogs,
box-boxes

8.જો શબ્દને અંતે s,sh,ch, o કે x હોય તો es લાગે.જેમ કે bus-buses,dish-dishes, bench-benches,mango-mangoes, fox-foxes.

9.નિયમ 8 નો અપવાદ:જો Ch નો ઉચ્ચાર ક થાય તો માત્ર‌ s લાગે.જેમ કે monarch (મોનાર્ક-રાજા) નું બહુવચન monarchs થાય.

10.નિયમ 8 નો અપવાદ: છેલ્લે o હોય તો es લાગે, પણ o ની પહેલાં સ્વર હોય તો માત્ર s લાગે.જેમ કે , bamboo-bamboos, radio-radios
short-forms હોય તો પણ માત્ર s લાગે.જેમ કે,kilo-kilos,auto-autos થશે.

11. જે શબ્દોને અંતે ch છે અને તેનો ઉચ્ચાર ક થતો હોય તો તેનું બહુવચન કરવા માટે s પ્રત્યય લાગે છે es નહીં.
monarch (મોનાર્ક) એટલે રાજા નું બહુવચન monarchs થશે.
અન્ય શબ્દોમાં stomach ( સ્ટમક)- પેટ,eunuch (યુનક)-વ્યંઢળ અને loch(લોક) દરિયાકિનારે આવેલું સરોવર
ઉપરના શબ્દો નું બહુવચન s લગાડવાથી થશે

12.નામને અંતે o ની પહેલાં કોઈ સ્વર આવેલ હોય બહુવચન કરવા માટે s લાગે es નહીં.
radio નું બહુવચન radios થાય.
બીજા આવા નીચેના શબ્દોને માત્ર s લાગે છે.
studio , folio, bamboo,
cuckoo, zoo, igloo

13. સંક્ષિપ્ત રૂપોમાં ‌અંતે o હોય તો બહુવચન કરવા માટે s લાગે છે.kilo નું બહુવચન kilos થશે.
આવા બીજા શબ્દો નીચે આપેલ છે.
photo , auto, memo, rhino, piano


14.છેલ્લે x હોય તો es લાગે છે પણ ox (બળદ) નું બહુવચન oxen થાય છે.

15.brother નું બહુવચન brothers(ભાઈઓ) અને brethren (જ્ઞાતિબંધુઓ, બિરાદરો) થાય છે.

16.નામને અંતે f કે fe હોય તો f નો v થાય અને es લાગે.જેમ કે leaf-leaves,wife-wives.
પણ જો છેલ્લે ff હોય તો માત્ર s લાગે.જેમ કે staff-staffs

17.જો નામને અંતે y હોય અને તેની પહેલાં વ્યંજન હોય તો y નો i થશે અને es લાગે.જેમ કે,city-cities,lady-ladies થાય.
પરંતુ y ની પહેલાં સ્વર હોય તો માત્ર s લાગે.જેમ કે , boy-boys થાય.
Soliloquy-એકોક્તિ નું બહુવચન શું થશે ? Soliloquies થશે.qu વ્યંજન ગણાય છે,સ્વર નહીં.

અંગ્રેજીમાં compound nouns-સામાસિક નામોનું બહુવચન વિશે વાત કરીશું.

1.એકથી વધુ શબ્દોના નામને compound noun કહે છે.દા.ત.mother-in-law

2 .આવાં નામનું બહુવચન કરવા કોઈ એક ઘટકને s કે es પ્રત્યય લાગે છે.

3.પ્રથમ ઘટક verb-ક્રિયાપદ હોય તો બીજા ઘટકને પ્રત્યય લાગે છે.
run-away(ભાગેડુ)--run-aways
sit-in(ધરણાં)--sit-ins

4.જો બીજા ઘટક તરીકે ful હોય તો બીજા ઘટકને પ્રત્યય લાગે છે.
mouthful (કોળિયો)--mouthfuls

5.જો બીજા ઘટકને ક્રિયાપદ ની સાથે er પ્રત્યય લાગેલ હોય તો બીજા ઘટકને પ્રત્યય લાગે છે.
art-lover(કલાપ્રેમી)--art-lovers
man-eater(માનવભક્ષી)--man-eaters

6.પ્રથમ ઘટક adjective-વિશેષણ હોય તો બીજા ઘટકને પ્રત્યય લાગે છે.
step-son(સાવકો પુત્ર)--step-sons
walking-stick--walking-sticks

7.જો પ્રથમ ઘટક verb-ક્રિયાપદ હોય અને તેને er પ્રત્યય લાગ્યા પછી preposition હોય તો પ્રથમ ઘટકને પ્રત્યય લાગે છે.
looker-on (દર્શક)--lookers-on
passer-by(વટેમાર્ગુ)--passers-by

8.noun-નામ પછી prepositional phrase આવે તો પ્રથમ ઘટકને પ્રત્યય લાગે છે.
man-of-war(લડવૈયો)--men-of-war
commander-in-chief(સેનાપતિ)--commanders-in-chief
mother-in-law(સાસુ)--mothers-in-law

9.જો બીજું ઘટક ઘણી શકાય તેવું નામ હોય તો બીજા ઘટકને પ્રત્યય લાગે છે.
air raid(હવાઈ હુમલો)--air raids
police station--police stations

10.જો‌ પ્રથમ ઘટક તરીકે man કે woman હોય તો બંને ઘટકને પ્રત્યય લાગે છે.
man-doctor નું બહુવચન men-doctors થશે.
woman-servant નું બહુવચન women-servants થશે.
પરંતુ woman-hater નું woman-haters થશે.

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://telegram.me/English_grammar_adda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━
821 viewsAjay Ambaliya, 03:09
ओपन / कमेंट