Get Mystery Box with random crypto!

“શોભના, હવે હું ખૂબ ખૂશ છું. તું મારામાં અને મારી કવિતાઓમાં ઓગ | Gujarati grammar & Sahitya by Mitesh sir

“શોભના, હવે હું ખૂબ ખૂશ છું. તું મારામાં અને મારી કવિતાઓમાં ઓગળેલી હશે, પણ તને સંબોધીને નહીં લખું, પહેલાં રમાં માટે લખ્યું હવે ઈશ્વર માટે. રસયોગ પછી હવે ઈશ યોગ. પ્રિય કે પ્રભુ નહી, પ્રિયા અને પ્રભુ, પ્રિયા વિના પ્રભુ કેમ પમાશે? ઓહ! રમાં, કેવો સ્નેહ? કેવો અંત! પ્રભુ ઈચ્છા ! એ ખટપટમાંજ રોકાયેલી રહી અને પીડા મારે – આપણે સહન કરી. એ મારી ગમે તેટલી ઉપેક્ષા કરે પણ સહી લેવું એ જ પ્રેમનું સન્માન છે. હવે વેદનાનો વિલય થયો છે. હવે વિલાપ નહી પ્રેમ અને પ્રભુનો આલાપ!”

અને એક દિવસ નડિયાદથી તાર આવે છે: “ઓહ, મણીલાલ ગયા !” કલાપી શોકમાં ડૂબી ગયા. તેમની સાથેનાં સાત વર્ષનાં સંબંધમાં કલાપીએ સાત જન્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે જ કલાપીને રાજધર્મ સમજાવી ગાદી ન છોડવાં કહ્યું હતું. એ મણીલાલ નભુભાઈ દ્વિવેદી સિધાવ્યાં અને એક રાત્રે શોભના સાથે નૌકાવિહાર કરતાં તેમની યાદમાં લખ્યું: “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની ! પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર ! ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની !”

અત્યાર સુધી કલાપીનાં દિવસો અને રાત્રીઓ બે રાણીઓ વચ્ચે વહેચાયેલા હતાં, શોભના સાથેનાં લગ્ન પછી, ત્રણ દિવસ શોભનાનાં, બે દિવસ રમાબાનાં અને બે દિવસ આનંદીબાનાં અને પાછું જમવાનું તો રમાબાનાં રસોડે જ. ૮ મી જૂન,વર્ષ ૧૯૦૦. શોભનાનાં સાનિધ્યમાં કલાપી. રમાબાનાં મહેલમાં જતાં પહેલાં: “શોભના, આ રાજપાટ છોડીને એવાં રાગમાં રંગાઇ જાઈએ કે આપણાં સર્વે કર્મો, કર્મો ન રહે. બસ, સૂરજનાં એક કિરણથી જેમ બધાં અંધકારો દૂર થાય છે એમ.

કારણકે, દરેક સંબંધને એક આયુષ્ય હોય છે, છેવટે કુદરત તો બધાને છૂટા કરવાની જ છે. શોભના, હું બહુ બોલી ગયો નહી ? ચાલ હું જાઉં રમાં રાહ જોતી હશે, જવાનું મન તો નથી થતું પણ શું કરું, જવું જ પડશે, ફરજ છે.” “મારાં જોગી ઠાકુર, સુખે સિધાવો અને ફરજમાં પ્રેમને પણ પરોવજો.” શોભનાએ વિદાય આપતાં કલાપીને કહ્યું. પણ તેને ક્યાં ખબર હતી કે કાળનાં ગર્ભમાં શું છૂપાયું છે ! તેની પાસેથી તેનાં પ્રાણપ્રિયની એ આખરી વિદાય બની રહેશે.

“આવી ગયા રામ !” રમાબાએ તેમનાં ઓરડે કલાપીને આવકાર આપતાં કહ્યું. આજે તમારાં માટે મેં મારાં હાથે પેંડા બનાવ્યાં છે, તમને એ ભાવે ને!” તમે મારું કેટલું ખ્યાલ રાખો છો રમાં ! રમાં, તમે સાંભળ્યું ને કે હું રાજપાટ છોડી ને ક્યાંક દૂર ચાલ્યો જવાં ઈચ્છું છું, તમે શું વિચાર્યું ? આવશો ને મારી સાથે? શોભના, આનંદી તમે અને કુંવર પ્રતાપસિંહ, કુંવરી રમણીકબા અને જોરુભા આપણે બધા જ.

ના, રામ, ના, બાળકો હજુ નાનાં છે, તેમને રાજ કેળવણી આપવાની બાકી છે અને હું પ્રતાપસિંહને યુવરાજ પદે જોવાં માગું છું. અને રામ, છોડો એ બધી વાતો અને આ પેંડા આરોગો, એમ કહી રમાબાએ પેંડો કલાપીનાં મોઢામાં નાખ્યો. આગ્રહ કરીને કે ગણત્રી પૂર્વક ત્રણ પેંડા તેમણે તેમનાં રામને ખવડાવી દીધા. થોડી જ ક્ષણોમાં પેંડા એ પોતાની અસર બતાવવી શરું કરી દીધી. કલાપી બેચેની અનુભવવાં લાગ્યાં તેમણે રમાબાને કહ્યું અચાનક આ શું? રમાં, હવે તો પેટમાં ચૂંક આવે છે, રમાં મને કંઈક થાય છે:

ઝેર, હળાહળ ઝેર ! શરીરમાં ફેલાતું જાય છે. વૈધ્યરાજે ઘી પીવડાવીને શરીરમાંથી ઝેર કાઢવાનાં કરેલાં સૂચનને રમાબા સૌનાં આશ્ચર્ય વચ્ચે ફગાવી દે છે. નજીકનાં શહેરો, રાજકોટ કે ભાવનગરથી ડોક્ટરને આવતાં કલાકો લાગી જાય છે અને એ પહોંચે છે ત્યારે કલાપી આખરી શ્વાસ લેતાં કહે છે: “હું જાઉં છું ! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહી ! સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહી ! સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું ! શું એ હતું? શું આ થયું ? એ પૂછશો કોઈ નહી.”

અને, ૯મી જૂન ૧૯૦૦નાં રોજ એ સુરતાની વાડીનાં મીઠા મોરલાએ પોતાની કળા સમેટી લીધી ને ત્યારે આખું ગુજરાતી સાહિત્ય રડી પડ્યું. આવી વિરલ પ્રતિભાને આજનાં દિવસે સાદર વંદન જ હોઈ શકે. આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નક્કી,
એ અમૃતે શું ઝેરના બિંદુ ભર્યા વિધિએ નથી?
અમ એજ જીવિત, એજ મૃત્યુ એજ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી ?? _કલાપી