Get Mystery Box with random crypto!

* મહત્વની કહેવતો * ૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જ | 📚 GENERAL KNOWLEDGE 📚

* મહત્વની કહેવતો *

૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11. કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે? પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

21. વખાણી ખીચડી દાંતે વળગે વખાણીએ તે જ ખરાબ નીવડે.

22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા સારું નરસું સૌ સરખું

24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે લોભ કરનાર છેતરાય છે.

25.હાથે તે સાથે જાતે કરીએ તે જ પામીએ.

26.એક પંથ ને દો કાજ એક કામ કરતા બે કામ થાય.

27.ઘેર ઘેર માટીના ચૂલા કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

28.મન ચંગા તો કથરોટમાં ગંગા અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

29.નહિ મામા કરતા કાણો મામો સારો કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

31.સાપ ગયા ને લિસોટા રહ્યા કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ સંજોગો જોઈને ધીરજથી કામ કરો.

33.ગામને મોઢે ગળણું ન દેવાય બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય? આવેલી તકને ન ગુમાવાય.

35.ઘર ફૂટયે ઘર જાય ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123