Get Mystery Box with random crypto!

*રાષ્ટ્રપિતા જોતિરાવ ફૂલેનો સંક્ષિપ્ત જીવન પરિચય* વિદ્યા વિના | Gujarati grammar & Sahitya by Mitesh sir

*રાષ્ટ્રપિતા જોતિરાવ ફૂલેનો સંક્ષિપ્ત જીવન પરિચય*

વિદ્યા વિના મતી ગઈ.
મતી વિના નીતિ ગઈ.
નીતિ વિના ગતી ગઈ.
ગતી વિના સંપતિ ગઈ
સંપતિ વિના શુદ્ધ થયો નાસીપાસ.
આટલો બધો અનર્થ વિદ્યા વિન થયો.

વિદ્યાની જ્યોત જગાવનાર રાષ્ટ્રપિતા
ક્રાંતિકારી મહાનાયક મહાત્મા જ્યોતિરાવ વિશે થોડું જાણી લઈએ....

◆ ટુકોપરિચય

પૂરું નામ : જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
અન્ય નામ : "મહાત્મા" "જ્યોતિબા ફુલે"
જન્મ : 11 એપ્રિલે, 1827
જન્મભૂમિ : પુણે, મહારાષ્ટ્
મૃત્યુ : 28 નવેમ્બર, 1890
મૃત્યુ સ્થાન : પુણે, મહારાષ્ટ્ર
પિતા : ગોવિંદરાવ ફૂલે
પત્ની : સાવિત્રીબાઈ ફૂલે
કર્મભૂમિ : મહારાષ્ટ્ર
માતૃભાષા : મરાઠી

◆ યોગદાન ...
-ભારતમાં પ્રથમ કન્યાશાળાઓની સ્થાપના, તમામ વર્ગની મહિલાઓને પ્રથમવાર શિક્ષણનો અધિકાર મળ્યો
-શુદ્રો(OBC), અને અતિશુદ્ર(SC/ST)માટે શાળાઓ ખોલી તેમને શિક્ષણના અધિકાર આપ્યો
-સત્ય શોધક સમાજ' સંસ્થાનની સ્થાપના કરી
-જાતિવાદ-વર્ણવ્યવસ્થાની નાબુદી માટે આદોલન ચલાવ્યું,
-સામાજિક ધાર્મિક અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી લોકોને બહાર લાવવા લોકજાગૃતિ
-મજુરો, મહિલાઓને અધિકાર માટે લડત આપી
-વિધવા વિવાહને ઉતેજન આપ્યું.
-બાળ-હત્યાપ્રતિબંધક ગૃહની સ્થાપના કરી
-દુષ્કાળની પરિસ્થિતિમાં રાહત અને મફત ભોજનાલયો શરુ કર્યા
-વગેરે

માનવતાના એક એવા મહાનાયક જેણે ભારતીય રૂઢીવાદી-જડ ધાર્મિક સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારી સ્ત્રીઓ અને શુદ્ર-અતિશુદ્ર ગણાતા લોકો માટે આજીવન સંઘર્ષ કરી સમાનતા, બંધુતા,અને શિક્ષણની જ્યોત જલાવી. તેમજ ખાસ તો ભારતીય મહિલાઓના શિક્ષણ તથા એમના સશક્તિકરણ માટે આજીવન સંઘર્ષ કર્યો.

◆ જીવન પરિચય:

તેમનો જન્મ પૂણે (મહારાષ્ટ્ર)માં થયો હતો. તેઓ એક માળી પરિવારમાં જન્મયાં હતા. જે ફૂલો વેચવા-ઉછેરવાનું કામ કરતા હોય લોકોમાં તેઓ 'ફૂલે' ના નામથી વધારે જાણીતા હતા.
બાળક જ્યોતિરાવમાં બુદ્ધિ કૌશલ્યો જોઈ કોઈ રૂઢીવાદીએ તેમના પિતાને કાન ભર્યા કે 'વાંચન-લેખનથી કઈ ફાયદો નહિ થાય, જો આ બાળક વાધારે ભણશે તો તમારું કઈ કામ કરશે નહિ. નકામો બની જશે.'
પિતા ગોવિંદરાવે તેને શાળા છોડાવી તો કોઈ ભલા-હિત ચિંતકને બાળક જ્યોતિરાવની તીવ્ર બુદ્ધિ શક્તિ જોઈ તેમનાં પિતાને સમજાવ્યું જેથી બાળકને ફરીથી શાળા જવાનો અવસર મળ્યો અને 21 વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજી માધ્યમની સાતમા ધોરણની શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો

◆ વિવાહ:
જયોતિબા ફૂલેના લગ્ન ઈ.સ.1840માં નાયગાવના ખાડોજી નેવ્શેના પુત્રી સાવિત્રીબાઈ સાથે

◆ સ્કૂલોની સ્થાપના:
જ્યોતીરાવને મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાની ખુબ રૂચી. તેમને જ્ઞાન થયું કે જ્યારે કુદરત દ્વારા બધા પુરુષ-સ્ત્રી સમાન સર્જેલા છે અને સમાજમાં મહિલાઓની દશા ખુબ જ દયનીય જોઈ સમાજ સુધારણા અને તેમની શિક્ષણ માટે જયોતિરાવે જ્યોત જલાવી. તેઓએ સર્વ પ્રથમ પોતાના પત્ની સાવીત્રીબાઈને ભણાવી શિક્ષિત કર્યા.

ઈ.સ.1848માં 1 જન્યુવારીના રોજ એક શાળા શરુવાત કરી. જે ભારત દેશની પ્રથમ કન્યા શાળા હતી. હિંદુ શાસ્ત્રો મુજબ સ્ત્રીઓને શિક્ષણની મનાઈ હોય કન્યાઓને શિક્ષણ આપવામાટે કોઈ શિક્ષક તૈયાર થયું નહિ. તેઓ થોડા દિવસો સ્વયં આ કામ કરીને તેમનાં પત્ની સાવિત્રીબાઈને આ યોગ્ય બનાવી દીધાં. ઉચ્ચ વર્ગના લોકોએ શરૂઆતથી જ તેમના કામમાં બાધા નાખવાના પ્રયત્નો કર્યાં, પરંતુ જ્યારે જ્યોતિરાવફુલે આગળ વધતા જ ગયા ત્યારે તેમના પિતાએ જ તેમના પર આ કામગીરી બંધ કરવા દબાણ કર્યું. અને આખરે તેઓએ પોતાની આ કામગીરી નહિ છોડતા તેમને બંને પતિ-પત્નીને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા. તેમ છતાં તેઓએ એવી કપરી પરિસ્થિતિમાં પણ એક પછી એક એમ કરતા મહિલાઓના શિક્ષણ માટે કુલ ૧૮-કન્યાશાળાની સ્થાપના કરી

◆ સમાજ દ્વારા જ્ઞાતિ બહાર
હિંદુ શાસ્ત્રો મુજબ સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોય તેથી સમાજનો ખાસ કરીને બ્રામણવર્ગ તેમની આ સ્ત્રી કેળવણીની પ્રવૃતિથી તેમનો વિરોધી હતો જ જેનાં કારણે ફુલે દંપતીને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો. વધુમાં તેઓએ અછૂતઉદ્ધાર માટે અછૂત બાળકોને પોતાના ઘરમાં સ્થાન આપ્યું, તેઓમાં પણ શૈક્ષણિક પ્રવૃતિઓની શરૂવાત કરી. પોતાના ઘરમાં દલિતો માટે ખાણીપીણીના વ્યવહારો તેઓ સહજ કરતા. આવી બધી સામાજિક પ્રવૃતિઓ પરિણામ સ્વરૂપ જ્ઞાતિવાદી - રૂઠીચુસ્તોએ તેમને જ્ઞાતિ બહાર કર્યા. થોડા સમય સુધી એક મિશનરી શાળામાં શિક્ષકની કામગીરી કરતા જયોતિરાવનો પરિચય પશ્ચિમના વિચારકોથી પણ થયો.

1853 માં પતિ-પત્નીએ તેમના મકાનોમાં પ્રોઢશાળા પણ ખોલી. આ તમામ કામોથી તેમની વધતી ખ્યાતી જોઇને કેટલાક ધર્મના રૂઢીવાદી ઠેકેદારોએ બે ગુંડા તત્વોને તેમની હત્યા મારવા માટે તૈયાર કર્યા, પરંતુ તેઓ જયોતિરાવને જે રાત્રે હત્યા માટે ગયા ત્યાં તેમને મળીને તેમની વાતોથી આ ગુંડાઓને ફૂલેની નિસ્વાર્થ સામાજિક સેવાનો પરિચય થયો અને તેમના અનુયાયી બન્યાં.