Get Mystery Box with random crypto!

કલાપિ ના જન્મ દિને અંગત જીવન માં ડોકિયું. *'કલા | Gujarati grammar & Sahitya by Mitesh sir

કલાપિ ના જન્મ દિને
અંગત જીવન માં
ડોકિયું. *"કલાપિ" એક પ્રેમવાર્તા*


પોતાની પત્નીએ જ પેંડામાં ઝેર ભેળવીને જેને ખવડાવ્યું એવા લાઠીના રાજા કલાપીનું જીવન, ૧૦૦% તમને નહીં ખબર હોય આ સ્ટોરી... આ વાર્તા....

પોતાની પત્નીએ જ પેંડામાં ઝેર ભેળવીને જેને ખવડાવ્યું એવા લાઠીના રાજા કલાપીનું જીવન, ૧૦૦% તમને નહીં ખબર હોય
૨૬મી જાન્યુઆરી, ૧૮૭૪, લાઠીનાં રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેરઘેર આંબાનાં પાનનાં તોરણો બંધાયાં હતાં. દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈનાં સૂર રેલાઈને ગગન ગજવતાં હતાં, પ્રસંગ પણ એવોજ હતો. લાઠીનાં રાજા તખ્તસિંહજી ને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો હતો. ઠેર ઠેર આનંદ પ્રવર્તતો હતો.

નામ પાડ્યું સુરસિંહ. એ સુરસિંહ એટલે સૂરતાની વાડીનો મીઠો મોરલો, રાજવી કવિ “કલાપી”. કલાપી કંઈ જન્મથી કલાપી નહોતાં, પણ કવિ થવાનાં આશીર્વાદ લઈને અવતર્યા હતાં અને એ પ્રજા વત્સલ રાજવી તેમજ કવિ બનીને રહ્યા. રાજવી તરીકે તો લાઠીની પ્રજા યાદ કરેજ છે પણ કવિ તરીકે સમગ્ર ગુજરાત માટે તેઓ અવિસ્મરણીય પ્રેમ કવિ બની રહ્યા.




જેમનું જીવન પટ ટૂંકુ, માત્ર ૨૬ વર્ષ, પણ સર્જન પટ વિશાળ છે તેવા આપણાં લાડલા રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ઊર્ફે “કલાપી” માટે કવિતા એ ઉપાસના અને ઉપનિષદ સમાન હતી, કવિતા જ ભૂખ અને એજ તરસ, એજ એમનો વૈભવ, સાધના અને ઉપાસના બની રહ્યાં !


મોટા ભાઈ ભાવસિંહનું નાની ઉંમરે જ ઘોડા પરથી પડી જતાં થયેલાં અવસાન અને પિતા ૧૮૮૬માં દેવ થયા પછી સગીર વયે જ તેમનાં પર રાજ કારભારની જવાબદારી આવી પડી હતી. ૧૮૮૮માં માતા રામબા મૃત્યુ પામ્યાં ત્યારે તો માત્ર સૂરસિંહજી જ નહી પણ આખું લાઠી રાજ્ય ખળભળી ઉઠ્યું, કારણકે રાજા તખ્તસિંહજીને પણ ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતાં અને રાજમાતા રામબાને પણ ઝેર અપાયું હતું. આવી વિષમય રાજ ખટપટ સુરસિંહને વારસામાં મળી હતી.

જોકે, તેઓ આઠ વર્ષની ઉંમરથી, એટલે કે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા. તેમનાં લગ્ન વખતે પણ કલાપી રાજકુમાર કોલેજમાં જ હતાં. ૧૫ વર્ષની ઉમરે તેમનાં લગ્ન થયાં. ૧૮૮૯નું વર્ષ તેમનાં જીવનનાં પરિવર્તનનું વર્ષ બની રહ્યું. રાજપૂતોમાં આજે પણ ખાંડા લગ્નની પ્રથા કાયમ છે.


કચ્છ રાજ્યનું સુમરી રોહા ગામ એ કચ્છ રાજ્યમાં સૌથી મોટી જાગીર હતી, જેની કચ્છનાં બાવન ગામો પર આણ પ્રવર્તતી હતી. રાજ્યનું ચલણ સ્વીકાર્ય પણ સત્તા નહી, એ રીતે રોહા એક સ્વતંત્ર રાજ્ય સમાન હતું. પોતાની કોર્ટ, પોતાનો જ વહીવટ. કચ્છમાં પહેલ વ્હેલી અંગ્રેજી સ્કૂલ અને બોર્ડીંગ રોહા જાગીરે શરૂ કરી હતી. એવી એ રોહા જાગીરનાં તેજસ્વી રાજકુંવરી રમાબા અને કોટડા સાંઘાણીનાં કુંવરી આનંદીબા ને લઇ સૂરસિંહનાં ખાંડા સાથે ઘુઘરમાળ બળદો સાથેની “વ્હેલું” લાઠી તરફ રૂમઝૂમ કરતી આગળ ધપી રહી હતી.


કલાપીની સૂચના હતી કે પહેલાં રોહા વાળાં રમાબા પોંખાય, પરંતુ કોટડા સાંઘાણીનાં કારભારી રાજરમત રમી ગયાં અને પહેલાં પોંખાયા આનંદીબા. નિયમ એવો કે જે રાણી પહેલી પોંખાય તે પટરાણી બને. રમાબા પટરાણી ન બન્યાં તેનો કલાપીને વસવસો નહોતો પરંતુ રમાંબાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી ગયું એ ધૂંધવાઈ ઉઠ્યાં અને ત્યાજ રોપાયાં રાજ ખટપટનાં બીજ અને દોરાઈ કલાપીની આયુષ્ય રેખા!


અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે, રમાબા, પતિ કરતાં આઠ વર્ષ મોટાં હતાં. સુરસિંહ સગીર વયનાં હોવાથી લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું, એટલે રાજ કારભારની તેમને ચિંતા નહોતી. બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી “મોંઘી” સાથે તેઓ રાજકોટમાં અભ્યાસ ચાલુ હોવાથી, ત્યાં બંગલામાં રહેવાનું રાખ્યું, રાજકુમાર કોલેજે પણ એ રીતે રહેવાની રજા આપી.


વર્ષ ૧૮૮૯, મહિનો ડિસેમ્બર, લાઠી રાજ દરબારગઢનો વિશાળ ચોક, લગ્ન પછીનો ઉત્સવ. અચાનક સુરસિંહજીને મધુર કંઠે કચ્છીમાં હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે. કંઠ અને ગીતનાં બોલ તેમનાં હૃદયને સ્પર્શી જાય છે. તેમણે તરત તપાસ કરી અને જાણવાં મળ્યું કે એ તો રાણી રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી છે.

મોંઘી તરફ તેમનો વાત્સલ્ય ભાવ ઊભરાયો. મનમાં કંઈક ગાંઠ બાંધી. મોકો મળતાં પાસે બોલાવી અને કહ્યું “મોંઘી તું સરસ ગાય છે હો, ચાલ હું તને શુધ્ધ ગુજરાતી શીખવાડું” સાહિત્ય જગત સાક્ષી છે કે, મોંઘીને થોડાજ સમયમાં તેમણે પોતાની કવિતાઓ જ નહી પણ સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલ વાંચતી કરી દીધી, ગાતી કરી દીધી, કચ્છી ભાષામાં માત્ર એક જ “સ”નો ઉચ્ચાર સાંભળવા મળે છે. કલાપીએ મોંઘીને ત્રણેય ‘સ,શ, ષ’ ની ઓળખ આપી અને છંદ વસંતતિલકામાં ગવડાવ્યુંઃ


“પુષ્પો પરે ટપકતાં સુતુષાર બિન્દુ, ને સ્નિગ્ધ પાંખ ફુલની મકરંદ ભીની; અંધાર ઘોર વિધુહીન નિશાની શાંતિ, વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની;”