Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 11

2022-06-12 20:37:16 *આ પોસ્ટ વાંચતા પહેલા પોતાની જાત ને વચન આપજો કે હું કમસેકમ એક વિદ્યાર્થી ને આ માટે પ્રેરિત કરીશ.*

UPSC ( IAS - IPS - IFS )

UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ? UPSC ની એક્ઝામ કોણ આપી શકે ? UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ? UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ મળે ? વગેરે સવાલો તમને થતા હશે !

UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ , જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે . UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે .

UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .

પ્રિલિમ એક્ઝામ
મેઈન એક્ઝામ
ઇન્ટરવ્યૂ

પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે .
બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .
જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ .
(બીજા પેપર ના માર્ક ગણાતા નથી)

૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .

પ્રીલીમ પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .

મુખ્ય પરિક્ષા

મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે .

# અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે,પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )

# બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણ ની ૮ મી અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો .
તેમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો ,તેમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)

આ બન્ને પેપર મા પાસ થવું જરૂરી છે આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી .


મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે

નિબંધ નું પેપર
ચાર જનરલ સ્ટડી ના પેપર
બે optional‌‌ ના પેપર
( જે તમારે નક્કી કરવા નો હોય છે,જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )

આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .

૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે )

ઇન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ કુલ ૨૭૫ માર્ક નું હોય છે.

ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય,દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ,તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે.

( UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.)


કુલ ૨૦૨૫ માર્ક માંથી ઉમેદવાર ને માર્ક મળતા હોય છે .

પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .

જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .

UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ?

UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .

હિસ્ટ્રી માટે

ધો . ૬ થી ૧૨ ની ncert
પ્રાચીન ભારતનો ઇતિહાસ
મધ્ય ભારત નો ઇતિહાસ
આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો .

ભૂગોળ માટે

ધો .૬ થી ૧૨ ની ncert બુક વાંચવી .
કરંટ અફેર્સ વાંચવું
ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી

અર્થશાસ્ત્ર માટે

૬ થી ૧૨ ની ncert
રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી
કરંટ અફેર્સ વાંચવું
યુટ્યુબ પર ના મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .

પોલિટીકલ સાયન્સ માટે
ધો ૬ થી ૧૨ ની ncert
એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલ સાયન્સ ની બુક
કરંટ અફેર્સ

સમાજશાસ્ત્ર માટે

ધો. ૬ થી ૧૨ ની ncert
સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર.

વિજ્ઞાન માટે

ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨ સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
કરંટ અફેર્સ

ગણિત માટે

ધો. ૬ થી ૧૦ ની ncert
( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ,ખાલી દસમાં સુધીનું )

અંગ્રેજી માટે

અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક . આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .

Optional subject માટે
Optional ના બે પેપર હોય છે .
ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .
339 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:37
ओपन / कमेंट
2022-06-12 20:17:27 GSSSB બિન સચિવાલય ક્લાર્ક CPT મોડેલ પેપર official
368 views Caption Shraddhu Kabaddi , 17:17
ओपन / कमेंट
2022-06-11 19:27:07 સમાનાર્થી શબ્દો:-

સ્મશાન:- અક્ષરધામ,મશાણ,કબ્રસ્તાન

મીઠું:- શબરસ,નમક,લુણ,ક્ષાર,લવણ,નમકીન

કોયલ:- સારિકા,મેના,કોકિલા,કાદંબરી,બુલબુલ,પરભૃતા

વેદ:- નિગમ,ધર્મશાસ્ત્ર,ઉપનિષદ,જ્ઞાન,સમજ,ચૈતન્ય,ચેતના શ્રુતિ

કાવ્ય:- પદ્ય,કવિતા,નજમ,કવન

ગણેશ:- ગણપતિ,વિનાયક,ગજાનંદ,લંબોધર,કાર્તિકેય,ખડાનન,ગૌરીસુત,એકદંત,હેરંબ

પાર્વતી:-ગિરિજા,અર્પણા,શર્વાણી,શંકરી,ગૌરી,હેમવતી,દુર્ગા,કાત્યાયી,અંબિકા,ભવાની,શૈલસુતા,સતી,શિવાની,ઈશ્વરી,ઉમા, ભ્રામરી

ગણિકા:-વૈશ્યા,રામજણી,તવાયફ,પાત્ર,બંધણી,કનેરા,ગુણકા,માલજાદી

વિવેક :-નમ્રતા, સભ્યતા,દાક્ષિણય,ડહાપણ,દાનિશ,વિનયી,સાલસ,ઇક્લાક,અદબ,મર્યાદા,સમજુ,સીમા,મલાજો

ભરોસો:-યકીન,અકીદા, પ્રતીતિ,વિશ્વાસ,પતીજ,ખાતરી,શ્રધ્ધા,મદાર,આસ્થા,ઇતબાર,
કામના:-ઈચ્છા, મનીષા,મહેચ્છા,સ્પૃહા,તૃષ્ણા,વાસના,ઐષણા,આકાંક્ષા,મરજી

કચેરી:- કાર્યાલય, મહેકમ,વિભાગ,ખાતું,દફતર

લાગણી:-ભાવના,ધારણા,કલ્પના

કબુતર:-કપોત,શાંતિદૂત,પારેવું,પારાયત

મોરલી:-વાંસળી,મહુવર,બીન,બંસરી,પાવો,વેણું ખલાસી:-નાવિક,મલ્લાહ,ખારવો

દવા:- ઔષધી,ઓસડ,અગદ,ભેષજ

સીતા:- જાનકી,વૈદેહી,મૈથિલી,જનકનંદીની

વેપારી:-તાજિર,વણજ,નૈગમ,વાણીયો

તમાચો:-લપડાક,થપ્પડ,ચાપડ,ચર્પટ,ધોલ,તલપ્રહાર,ચપેટો

જાદુગર:-મદારી,ગારૂડી,ગૌડીયો,ખેલાડી

ઉપવાસ :-અનશન, બાંધણ,ક્ષપણ,લાંઘણ

પ્રકરણ :-ખંડ,ભૂમિકા,વંશાવલી,પીઠિકા,વિષય,પ્રસંગ,અધ્યાય,વિભાગ,શકલ

ઝેર:- વિષ,ગરલ,સોમલ,વખ,હળાહળ,વેર

શરૂઆત :-પ્રારંભ, મંડાણ,પગરણ,આરંભ,આદ્ય,પહેલ

કિરણ:- રશ્મિ,મરીચિ,અંશુ,મયૂખ

કારકૂન :-વાણોતર,ગુમાસ્તો,મહેતાજી,ક્લાર્ક,લહિયો,કારીંદો

પગાર :-દરમાયો ,વેતન,મહેનતાણું,મળતર

રિવાજ :-પ્રથા,રસમ,રૂઢી,ધારો,પ્રણાલી,પધ્ધતિ,પરંપરા,પ્રણાલિકા,શૈલી,તરીકો ,રીત

કોઠાર:- વખાર,અંબાર,ગોદાન,ભંડાર,ગોડાઉન

ગુસ્સો:- કોપ,ક્રોધ,રોષ,ખીજ,ચીડ,અણગમો,આવેશ,ખોફ

શુભ:- મંગલ,ઉજ્જવલ,નિર્મલ,અવદાત,કલ્યાણકારી,પનોતા,સુંદર

કંજૂસ:- પંતુજી,ચૂધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચૂસ,ચીકણું

સ્વર્ગ :- દેવલોક,સોરલોક,ત્રિવિષ્ટપ ,દ્યુલોક,જીન્ન્ત,મલકૂત,ત્રિભુવન,દેવભૂમિ

દીવો :- ચિરાગ,બત્તી,શગ,દીપક,ઉત્તેજક,પ્રદીપ,મશાલ,દીપ

બ્રાહ્મણ:-ભૂદેવ,દ્વિજ,બ્રહ્મદેવ,પુરોહિત,ઋત્વિજ,ભૂસુર

સારવાર :-ઈલાજ,ઉપચાર,ઉપાય,સેવા,ખિદમત,સુશ્રવા,સંભાળ,માવજત

વીંટી:- અંગૂઠી, અનામિકા,અંગુશ્તરી

જાસૂસ:-દૂત,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર

માર્ગદર્શક:-ભોમિયો,ગાઈડ,પથદર્શક,સલાહકાર
614 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:27
ओपन / कमेंट
2022-06-11 18:39:13
497 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:39
ओपन / कमेंट
2022-06-11 18:39:03
487 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:39
ओपन / कमेंट
2022-06-11 18:32:37 *1 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા 1

*2 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા 3

*3 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા 2

*4 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા 16

*5 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા 5

*6 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા 2

*7 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા 4
469 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:32
ओपन / कमेंट
2022-06-11 18:31:58 કચ્છના રણને આગળ વધતુ અટકાવવા કયો બંધ બંધાયો છે?

સુરજબારી બંધ

ભારતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે?

પાંચ પ્રકારના

પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો?

1970

એકશિંગી ગેંડા માટે કયું અભ્યારણ જાણીતું છે?

કાજીરંગા અભ્યારણ

ભારતમાં કેટલી પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે?

89 હજાર

ભારતમાં કયા સ્થળે પ્રથમ અભ્યારણ સ્થાપવામાં આવ્યુ?

નીલગીરી ખાતે

વાઘ અને સાબર માટે ગુજરાતમાં કયુ અભ્યારણ આવેલું છે?

બરડીપાડા અભયારણ (ડાંગ)

ગુજરાતમાં પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

આણંદ

ગુજરાતના કેટલા અભયારણ ઈકો સેન્સીટીવ ઝોન ની યાદીમાં સમાવેશ છે?

6 અભ્યારણ

દેશના પ્રથમ બોટનીક અભ્યારણ તરીકે જાણીતુ અભ્યારણ ?

નારાયણ સરોવર વન્યજીવ અભ્યારણ
476 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:31
ओपन / कमेंट
2022-06-11 18:31:30
441 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:31
ओपन / कमेंट
2022-06-11 05:34:10 વિંધ્યાચલ પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

બિહાર થી ગુજરાત

અરવલ્લી પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

દિલ્હી થી મહેસાણા

વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?

અરવલ્લી પર્વતમાળા

અરવલ્લી પર્વતમાળા કયા ખડકોની બનેલી છે ?

અવશિષ્ટ ખડકો

માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે ?

ચંબલ નદી

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
1.2K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:34
ओपन / कमेंट
2022-06-11 05:33:24 બંધારણ

અનુચ્છેદ ૫૧ થી ૧૦૦

કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ગયા બાદ તે ફરીથી રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાવા યોગ્ય રહે છે, આવું ક્યાં અનુચ્છેદમાં છે?
A) ૫૭
B) ૫૬
C) ૫૩
D) ૫૪

રાષ્ટ્રપતિ અનુચ્છેદ 76 મુજબ નીચેનામાંથી કોની નિમણૂક કરે?
A) વડાપ્રધાન
B) એટર્ની જનરલ
C) રાજપાલ
D) નાણાપંચ

___ અનુચ્છેદ મુજબ સંસદની રચના થઈ?
A) ૭૯
B) ૮૦
C) ૭૪
D) ૮૧

રાજ્યસભાની રચના ક્યાં અનુચ્છેદ મુજબ થઈ છે?
A) ૭૯
B) ૮૧
C) ૮૦
D) ૭૪

ભારતના ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે?
A) ૬૦
B) ૬૧
C) ૬૨
D) ૬૩

રાજ્યસભા કાયમી ગૃહ છે તેવો ઉલ્લેખ ક્યાં અનુચ્છેદમાં છે?
A) ૮૩
B) ૮૧
C) ૮૪
D) ૭૯

રાષ્ટ્રપતિ અનુચ્છેદ ૭૫ મુજબ નીચેનામાંથી કોની નિમણૂક કરે
A) વડાપ્રધાન
B) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ
C) CAG
D) ભાષાપંચ

સંસદના સભ્યોની શપથવિધિ ક્યાં અનુચ્છેદ મુજબ થાય છે?
A) ૯૮
B) ૮૮
C) ૭૭
D) ૯૯

રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા?
A) અનુચ્છેદ ૫૧ મુજબ
B) અનુચ્છેદ ૫૩ મુજબ
C) અનુચ્છેદ ૫૫ મુજબ
D) અનુચ્છેદ ૫૪ મુજબ

ભારતીય નાગરિક માટેની મૂળભૂત ફરજો ક્યાં અનુછેડમાં આપવામાં આવેલી છે?
A) ૫૧ (ક)
B) ૫૨ (ખ)
C) ૫૧ (ખ)
D) ૫૨ (ક)

અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે

@general_knowledge_gpsc123
431 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:33
ओपन / कमेंट