Get Mystery Box with random crypto!

* ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું... * ●અસાઈત ઠાકરના વંશજ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

* ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું... *

●અસાઈત ઠાકરના વંશજો - *તરગાળા નામે ઓળખાય છે.*

●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - *ફાગુ*

●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - *પ્રેમાનંદનું*

●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - *ભાલણ*

●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - *કનૈયાલાલ મુનશી*

●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - *નવલરામ પંડ્યા*

●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - *શામળ*

●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- *પ્રેમાનંદ માટે*

●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - *દયારામ*

●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- *નવલરામ પંડ્યા*

●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - *અખો*

●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - *અખો*

●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - *ઉમાશંકર જોશી*

●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - *રતન સોનારણ સાથે*

●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - *કનૈયાલાલ મુનશી*

●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - *વીશી*

●રત્નો ખરેખર સાચું રત્ન હતો - *ન્હાનાલાલ*

●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - *દલપતરામ*

●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - *લાલજી*

●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - *પ્રેમશૌર્ય*

●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - *વિશ્વનાથ ભટ્ટ*

●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - *નવલરામથી*

●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - *કવિ ખબરદાર*

● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - *નરસિંહરાવ દિવેટિયા*

●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - *આનંદશંકર ધ્રુવને*

●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - *વેણીના ફૂલ*

●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - *ગોવર્ધનરામ ત્રિપાઠી*

●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - *નરસિંહરાવ દિવેટિયા*

●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - *વિજયસેન સૂરિ*

●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - *અબ્દુર રહેમાન*

●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - *ભીમ*

●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - *સુરદાસ*

●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - *રતનેશ્વર*

●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - *સુંદર મેવાડો*

●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - *નર્મદ*

●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - *નિષ્કુલાનંદ*

●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - *દયારામ*

●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - *1833*

●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - *નંદશંકર મહેતા*

●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - *નવલગ્રંથાવલિ*

●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - *દુર્ગારામ મહેતાજી*

●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - *અંબાલાલ સાકરલાલ દેસાઈ*

●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - *હરગોવિંદદાસ કાંટાવાળા*

●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - *ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ*

●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - *કવિ છોટમ*

●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - *વિજયાદશમી*

●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - *સ્નેહમુદ્રા*