Get Mystery Box with random crypto!

G.K.~ વન લાઈનર રાજ્ય ધોરી માર્ગ દર્શાવતા માઈલ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

G.K.~ વન લાઈનર


રાજ્ય ધોરી માર્ગ દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરનો ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – લીલો

રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબર દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરના ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – પીળો

એસ્કિમો લોકોના વિશિષ્ટ રહેઠાણો ક્યા નામે ઓળખાય છે? – ઈગ્લુ

કેનેડાની રાજધાની કઈ છે?- ઓટાવા

અમેરીકાના રાષ્ટ્ર્પતી ભવન ક્યા નામે ઓળખાય છે અને ક્યા શહેરમાં આવેલ છે? – વ્હાઈટ હાઉસ, વોશિંગ્ટન

ગુજરાતનું સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા શહેરમાં આવેલું છે? – વડનગર

સોલંકીકાળમાં તેમની રાજધાનીનો પ્રદેશ ક્યા નામે ઓળખાતો?
- સરસ્વતી મંડલ

ક્યા વંશના કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? – સોલંકી

વિમલવસહી મંદીર ક્યાં આવેલું છે?
– આબુ

ઇ.સ 1178 માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? – રાણી નાયકાદેવીએ

પાટણની પશ્વિમે આવેલું ક્યું ગામ અણહિલવાડનું અપભ્રંશ થયેલું નામ છે?
- અનાવડ

હેમચંદ્રાચાર્યે ક્યા વ્યાકરણ ગ્રંથની રચના કરી? – સિદ્ધહેમ શબ્દાનુશાસન

ગુજરાતમાં મધ્યયુગ દરમ્યાન હસ્તલિખિત પત્રો કે ચિત્રો શાના પર લખાતાં? – તાડપત્રો ઉપર

રાજા રાજ્ય સિંહાસન છોડી વનવાસ સ્વીકાર્ય કરે તેને શું કહેવાય? – કંથાધારી

સલ્તનત કાળમાં કઈ ભાષામાં પુસ્તકો લખાયાં હતા? – ફારસી ભાષામાં

ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર ક્યા પ્રદેશોમાં આવેલો છે ?
– દક્ષિણ ગુજરાત

પૂર્ણા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? – ડાંગ

ગીર અભ્યારણ્ય ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? – ઈ.સ. ૧૯૬૫

ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લો ગણાય છે ? – ભાવનગર