Get Mystery Box with random crypto!

* ગુજરાત * 'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન ન | 📚 GENERAL KNOWLEDGE 📚

* ગુજરાત *

'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું
* અમદાવાદ*

અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી
* માણેક બુરજની જગ્યાએ*

મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા
* બાર*

ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો
* 26 જાન્યુઆરી,1991*

ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે
* ધોળકા*

અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે
* થલતેજ ટેકરાને*

અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે
* ગળી*

રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે
* માંડલ ખાતે*

અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે
* નાનુભાઈ શાહ*

અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી
* સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*

અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું
* શાંતિદાસ ઝવેરીએ*

જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે
* ખંભાત*

આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે
* પેટલાદ (જી.આણંદ)*

ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું
* સોજીત્રા (જી.આણંદ)*

વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી
* ઈ.સ.1734માં*

વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું
* મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*

ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું
* 1969માં*

ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે
* વડોદરા*

વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું
* સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*

ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા
* ત્રબકદાસ*

પતઈ રાવળનું મૂળ નામ શું હતું
* રાજા જયસિંહ ચૌહાણ*

મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો
* ઈ.સ.1618માં*

દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે
* મકાઈ*

ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી
* ચરોતર એજ્યુકેશન સોસાયટી*

પાલનપુર કોણે વસાવ્યું હતું
* આબુના શાસક પ્રહલાદદેવે*

રણધીર ખાંટ

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે
* ગોઢા*

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે
* અમીરગઢ*

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી
* ત્રિભુવનપાળને*

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી
* મૂર્તઝાખાન બુખારીએ*

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
* ખેરવા*

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે
* કપિલ*

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે
* દેવમાલ*

ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે
* ગાંધીનગર*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે
* મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે
* રાજયકક્ષાના મંત્રીઓની*

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે
* ગાંધીનગર*

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે
* અરવલ્લી*

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી
* મહારાજા મહારાવે*

રણધીર ખાંટ

સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે
* કચ્છ*

કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે
* સૂરજબારી*

કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો
* રામસંગ માલમે*

દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે
* ભૂજ*

કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે
* ગઢશીશા*

ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી
* ઈ.સ.1610માં*

વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે
* રાજકોટ*

ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે
* ધ્રાંગધ્રા*

ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
* કૃષ્ણકુમારસિંહજીએ*

ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી
* ઈ.સ.1723માં*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123