Get Mystery Box with random crypto!

IPC ની મહત્વની કલમો:- 1】ગુનાહિત કાવતરાની જોગવાઈ ઇપીકોન | 📚 GENERAL KNOWLEDGE 📚

IPC ની મહત્વની કલમો:-

1】ગુનાહિત કાવતરાની જોગવાઈ ઇપીકોના ક્યા પ્રકરણમાં છે?

પ્રકરણ-5-A.

2】ગુનાહિત કાવતરા ની વ્યાખ્યા ઇપીકોની કઈ કલમ માં છે?

120-A

3】ગુનાહિત કાવતરા ની શિક્ષા ઇપીકોની કઈ કલમ માં છે?

120-B.

4】રાજય વિરૂદ્ધના ગુનાઓ ઇપીકોના ક્યા પ્રકરણ માં છે?

પ્રકરણ-6.

5】સરકાર વિરૂદ્ધ યુદ્ધ કરવાનું કાવતરૂ કઈ કમલ હેઠળ ગુનો છે?

121-A.

6】કઈ કલમ મુજબ 'રાજદ્રોહ' નો ગુનો બને છે?

124-A

7】કાયદા વિરુદ્ધની મંડળીની વ્યાખ્યા ઇપીકોની કઈ કલમમાં છે?

141.

8】ક્યા પ્રકરણમાં ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધી ગુના છે?

પ્રકરણ-7.

9】જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના ઇપીકોના ક્યા પ્રકરણમાં છે?

પ્રકરણ-8.

10】ભારત સરકાર વિરૂદ્ધ લડાઈ કરવા કે દુષ્પ્રેરણ કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે?

121.