Get Mystery Box with random crypto!

* કૃદંત * *1.વર્તમાન કૃદંત* ★વર્તમાન કૃદંતનો પ્રત | 📚 GENERAL KNOWLEDGE 📚

* કૃદંત *

*1.વર્તમાન કૃદંત*

★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.

●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં

1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?

◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.

*2.ભૂતકૃદંત*

★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.

*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)

*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)

*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.

*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.

*3.ભવિષ્યકૃદંત*

★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર

●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.

*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*

★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.

●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.

★વિધ્યર્થના બે પ્રકાર છે.

1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે

●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.

2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના

●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.

*5.સંબંધક ભૂતકૃદંત*

★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.

●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.

★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*

*6.હેત્વર્થ કૃદંત*

★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*

●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123