Get Mystery Box with random crypto!

આમુખ આમુખમાં થયેલા સુધારાઓ આમુખમાં માત્ર | Crack_gpsc_exams

આમુખ


આમુખમાં થયેલા સુધારાઓ

આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
1.સમાજવાદી
2.બિન-સાંપ્રદાયિક
3.અખંડિતતા

આમુખ વિશે આટલું જાણો

આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- પંડિત જવાહરલાલ નહેરુ

ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- તા.13-12-1946

બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- તા.22-01-1947

બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- સર બી.એન.રાવ

બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- તા.22-01-1950

આમુખનો અગત્યનો સ્ત્રોત :- અમેરિકા

આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- ઓસ્ટ્રેલિયા

આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- ઇ.સ.1976

ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર બેઓટર રામમનોહર સિંહા દ્વારા તૈયાર થઈ હતી.

આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-

"આમુખ એ બંધારણનું હદય છે." ઠાકુરદાસ ભાર્ગવ

"આમુખ રાજકીય કુંડળી છે." કનૈયાલાલ મુનશી

"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." એન.એ.પાલકીવાલા

"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." ક્રિષ્નાસ્વામી ઐયર

"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." એમ.હિદાયતુલ્લા