Get Mystery Box with random crypto!

* બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ * *● દાદની પ્ર | Crack_gpsc_exams

* બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ *

*● દાદની પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.

*● ત્રણ કાઠિયા પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.

*● કમિયૌટી પ્રથા:*
બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.

*● દુબલા હાલી પ્રથા:*
ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.


Join:- @crack_gpsc_exams