Get Mystery Box with random crypto!

*ખેડૂત આમંત્રણ* - *રેસિડયું ફ્રી ખેતી (ઝેરના અવશેષમુક્ત ખેતી)* | Piplana Pane પીપળાના પાને

*ખેડૂત આમંત્રણ* - *રેસિડયું ફ્રી ખેતી (ઝેરના અવશેષમુક્ત ખેતી)*

જય ભારત સાથ જણાવવાનું કે પ્રવર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો ખુબજ જરૂરી બન્યો છે. તેના અંતર્ગત તમામ પાકમાં રેસિડયું-ફ્રી ખેતી કરીને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એ અનુસંધાનમાં એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલ છે. રેસિડયું ફ્રી ખેતીના વિષયમાં ઘણા સમયથી ગોંડલ યાર્ડ પણ રસપૂર્વક કામ કરી રહ્યું છે તો નેનોબી અને ગોંડલ યાર્ડના સંયુક્ત ઉપક્રમે આ ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને આ મીટિંગનો લાભ લેવા હદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ.

*અતિથિ વિશેષ:*
શ્રી અલ્પેશભાઈ જી ઢોલરીયા (ચેરમેનશ્રી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ)
શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (વાઇસ ચેરમેનશ્રી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ)

*માર્ગદર્શક:*
• શ્રી પ્રદીપભાઈ કાલરિયા (ખ્યાતનામ એગ્રોનોમીસ્ટ)
• શ્રી સંજય પાટીદાર (એગ્રોનોમીસ્ટ & CEO, ટેરાગલેબ FPC લિમિટેડ, મધ્યપ્રદેશ)
• શ્રી નયન ગોધવિયા (બાયોટેક્નોલોજીસ્ટ)

તા. 21/05/2023, રવિવાર, સમય : સવારે 8.30 થી 1
સ્થળ : કિસાન ભવન, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, ગુંદાળા ચોકડી પાસે, ગોંડલ.
*મિટિંગના અંતે સ્વરૂચી ભોજન સાથે લઈશું.*

*નોંધ:* મર્યાદિત બેઠક હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે જે તે ખેડૂતોને વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ વાતને ગંભીરતાથી લેશો. કોઈ પણ સંજોગોમાં રજીસ્ટ્રેશન વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. આપ આવી શકો એમ હોય તો જ રજીસ્ટ્રેશન કરાવશો એવી નમ્ર વિનતી. રજીસ્ટ્રેશન માટે નીચેના વૉટ્સઅપ નંબર ઉપર આપનું નામ, ગામ અને મોબાઈલ નંબર મોકલી આપવો.
*વૉટ્સઅપ નંબર : 72111 52520 /72111 52521*

*આયોજક : નેનોબી બાયોઇન્નોવેશન્સ પ્રા. લી., રાજકોટ.*
જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેવા નમ્ર વિનંતી.
https://wa.me/917211152520
https://wa.me/917211152521