Get Mystery Box with random crypto!

'બીજું શું?' પલાળશો તો પલળી જઈશું,બીજું શું? ઓગાળશો કે ઓગળી જ | આંખોમાં પગલી ગુલાબની...♥️


"બીજું શું?"

પલાળશો તો પલળી જઈશું,બીજું શું?
ઓગાળશો કે ઓગળી જઈશું, બીજું શું?

તમે સમજો મીણના છો.
ને અમે કાળમીંઢના લ્યો.
પીગળાવશો તો પીગળી જઈશું, બીજું શું?

આંખ ચોમાસું, કાંખ ચોમાસું.
આવી દિલને નાંખ ચોમાસું.
વરસાવશો તો વરસી પડશું, બીજું શું?

આવી યુવાન આગ હોય ને.
પેલાં વરસાદે લાગ જોય ને.
સળગાવશો તો સળગી જઈશું, બીજું શું?

લાવ્યાં ક્યાં અમે છત્રી બત્રી!
લઈને આવ્યા કોરી જાત નકરી.
ભીંજવશો તો ભીંજાય જઈશું,બીજું શું?

ને આવું ઘટાટોપ રૂપ તમારુ!
આમાં વળી શું ગજું અમારું?
ઢાળી દેશો તો ઢળી જઈશું,બીજું શું?

વરસાદ તમે, વા ઝડિયે તમે.
આ ઢગલો થઈ ને પડ્યાં અમે
મારી નાખશો તો મરી જઈશું,બીજું શું?

સખી 'દેવ' આમ તો દિલદાર છે.
તમે જે કહો, જે કરો, સ્વીકાર છે.
લ્યો વાવી દયો તો ઉગી જઈશું,
બીજું શું?


─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines