Get Mystery Box with random crypto!

જેલ એક વાર જરૂર વાંચજો... જેલ,આ શબ્દ સાંભળીને જ કાળા સળીયાવા | ગુજરાત પ્રેમી 😍

જેલ

એક વાર જરૂર વાંચજો...

જેલ,આ શબ્દ સાંભળીને જ કાળા સળીયાવાળી,નાની અંધારી રૂમ આપણને દેખાય છે.આ જેલમાં 'એવા લોકો સજા ભોગવે છે જેમને કોઈ ગુના કર્યા છે પણ એક એવી જેલ છે જ્યાં કોઈ પણ ગુના વગર જ બધા સજા ભોગવે 'છે.એ જેલ છે આપણા "મનની જેલ".
હા,આપણે બધાએ ક્યાંકને ક્યાંક આપણી પોતાની જાતને એક પાંજરામાં પુરી રાખી છે.વિચારોના પાંજરામાં,મર્યાદાના પાંજરામાં. આપણા પોતાના વ્યક્તિત્વની આસપાસ એક બાઉન્ડ્રી લાઈન બનાવી લીધી છે કે આટલામાં જ રમવાનું અને પછી ફરિયાદો કરીએ છીએ કે સિક્સ તો 'વાગતી જ નથી પણ બાઉન્ડ્રી વટે ત્યારે તો સિક્સ જાય.
સિક્સ 'તો બધાને મારવી છે પણ બાઉન્ડ્રીની અંદર..
ખરા અર્થમાં જીવવા માટે આ મનની જેલમાંથી બહાર નીકળવું પડે,બાઉન્ડ્રી વટાવવાની હિંમત કરવી પડે.પણ સવાલ એ થાય કે મનની જેલમાંથી નીકળવું તો બધાને હોય પણ નીકળવાનો રસ્તો શું??
આ મનની જેલમાંથી નીકળવાનો એક જ રસ્તો છે ,પહેલા પુરેપુરા ખાલી થઈ જાવ.હા,જે પણ કઈ તમને રોકે છે,મર્યાદાઓ, માન્યતાઓ,તમારા પોતાના જ અમુક પૂર્વગ્રહો એ બધું જ ધીમે ધીમે ડીલીટ કરતા જાવ.આપણે ભૂલ 'ક્યાં કરીએ છીએ ખબર, આપણે આપણી જાતને પુરેપુરી સ્વીકારી જ નથી શકતા.આપણા વિચારો પર આપણને પુરેપુરો ભરોસો નથી હોતો એટલે જ આપણું મન એક પાંજરામાં બંધ થઈ જાય છે.ભરોસો રાખો પોતાના પર,પોતાની જાતને પુરેપુરી સ્વીકારો પછી જિંદગી ગમે તેવા બોલ નાંખશે, તમે સિક્સર ફટકારી શકશો.

~ Juhi Soni

@GujaratPremi