Get Mystery Box with random crypto!

ગજબ હાથે ગુજારીને, પછી કાશી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી, પ | ગુજરાત પ્રેમી 😍

ગજબ હાથે ગુજારીને, પછી કાશી ગયાથી શું?
મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયા થી શું?

દુઃખી વખતે દીધું નહિ ને, પછી ખોટી દયા થી શું?
સૂકાણા મોલ સૃષ્ટિ ના પછી વૃષ્ટિ થયા થી શું?

વિચાર્યું નહિ લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યા થી શું
જગતમાં કોઈ નવ જાણે, જનેતા ના જાણ્યા થી શું?

સમય પર લાભ આપ્યો નહિ, પછી તે ચાકરી થી શું?
મળ્યું નહિ દૂધ મહિશી નું પછી બાંધી બકરી થી શું?

ન ખાધું તેમ ન ખવરાવ્યું દુઃખી થઈને રહ્યા થી શું?
કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યા પછી શું?

@GujaratPremi