Get Mystery Box with random crypto!

ગુજરાતી વ્યાકરણ સિરીઝ વ્યંજનનો પરિચય * સ્પશૅ-વ્યંજનો | Current Adda - GPSC/GSSSB Junction

ગુજરાતી વ્યાકરણ સિરીઝ

વ્યંજનનો પરિચય

* સ્પશૅ-વ્યંજનો
* કંઠ્ય સ્પશૅ વ્યંજન
* તાલવ્ય સ્પશૅ વ્યંજનો
* મૂધૅન્ય સ્પશૅ વ્યંજનો
* દંત્ય સ્પશૅ વ્યંજન
* ઓષ્ઠય સ્પશૅ વ્યંજન
* અંત:સ્થ વ્યંજનો
* ઉષ્માક્ષરો

સ્પશૅ-વ્યંજનો

→ હવાને પૂરેપૂરી રોકીને છૂટી કરવાથી જે ધ્વનિ થાય તેને સ્પશૅ-વ્યંજન કહેવામાં આવે છે.
જેની સંખ્યા ૨૫ છે.
સ્પશૅ-વ્યંજનોને વગીઁય વ્યંજનો પણ કહેવામાં આવે છે.

કંઠ્ય સ્પશૅ વ્યંજન

→ ક્,ખ્,ગ્,ઘ્,ડ્ ક્,ખ્,ગ્,ઘ્,ડ્ ના ઉચ્ચારણમાં જીભ તાળવાના છેક પાછળના ભાગને સ્પશૅ છે.
તેથી તે કંઠ્ય સ્પશૅ વ્યંજનો કહેવાય છે.

તાલવ્ય સ્પશૅ વ્યંજનો

→ ચ્,છ્,જ્,ઝ,ઝ્ ,ચ્,છ્,જ્,ઝ,ઝ્ ના ઉચ્ચારણમાં જીભ તાળવાને સ્પશૅ છે.
તેથી તે તાલવ્ય સ્પશૅવ્યંજનો કહેવાય છે.

મૂધૅન્ય સ્પશૅ વ્યંજનો

→ ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્ ,ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્ ના ઉચ્ચારણમાં જીભ દાંતની ઉપરના પેઢાના ભાગને સ્પશૅ છે તેથી તે મૂધૅન્ય સ્પશૅ વ્યંજનો કહેવાય છે.

દંત્ય સ્પશૅ વ્યંજન

→ ત્,થ્,દ્,ધ્,ન્ ,ત્,થ્,દ્,ધ્,ન્ ના ઉચ્ચારણમાં જીભ દાંતને સ્પશૅ છે તેથી તે દંત્ય સ્પશૅ વ્યંજન કહેવાય છે.

ઓષ્ઠય સ્પશૅ વ્યંજન

→ પ્,ફ્,બ્,ભ્,મ્ ,પ્,ફ્,બ્,ભ્,મ્ નું ઉચ્ચારણ નીચલો હોઠ ઉપલા હોઠને સ્પશૅવાથી થાય છે તેથી તેને ઓષ્ઠય સ્પશૅ વ્યંજન કહેવામાં આવે છે.

અંત:સ્થ વ્યંજનો

→ ય્,ર્,લ્,વ્ જે વણૉનું ઉચ્ચારણ કરતી વખતે ફેફસામાંની હવા અંદરથી સીધી બહાર નીકળે છે તેને અંત:સ્થ વ્યંજન કહે છે.

ઉષ્માક્ષરો

→ જે વણૉનું ઉચ્ચારણ કરતી વખતે મુખ વિવર માંની હવા અથવા ગરમ બહાર આવે છે તે ઉષ્માક્ષરો વ્યંજનો કહે છે.
ઉષ્માક્ષરોની સંખ્યા ૫ છે.

ગુજરાતી ગ્રામારની તમામ પોસ્ટ વાચવા નીચેના હેશા ટેગ પર ક્લિક કરો.
#Gujarati_grammar
━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━