Get Mystery Box with random crypto!

ગુજરાતી સાહિત્ય 1.નર્મદને કોણ 'નવા યુગનો નાંદી ' કહે છે? ઉ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગુજરાતી સાહિત્ય

1.નર્મદને કોણ 'નવા યુગનો નાંદી ' કહે છે? ઉમાશંકર જોશી
2.ગુજરાતીમાં ' પ્રતિકાવ્ય' ના આરંભક હોવાનું શ્રેય કોને ફાળે જાય છે? અરદેશર ફરામજી ખબરદાર
3.ગુજરાતી ભાષામાં નર્મદની આત્મકથા પેહલાં પ્રગટ થયેલી આત્મકથા કઈ છે.? નારાયણ હેમચંદ્રની ' હું પોતે'
4.ગુજરાતી ગઝલ-સાહિત્યમાં ' તસ્બી' નામનો નવો પ્રકાર પ્રયોજનાર કવિ કોણ છે? ચિનુ મોદી
5. કયા કવિએ અમરેલીને ' લીલીછમ વેલી અમરેલી' નું બિરુદ આપ્યું છે? હર્ષદ ચંદારાણા
6.ગુજરતી ભાષાની પ્રથમ પર્યાવરણીય નવલકથા કઈ છે? સમુદ્રાન્તિકે - લેખક ધ્રુવ ભટ્ટ
7.કયા કવિને ' ગુજરાતનો ઉમર ખય્યામ ' પણ કહેવામાં આવે છે? કલાપી
8.કયા કવિને' ગુજરાતના ટાગોર ' તરીકે બિરદાવવામાં આવે છે? ન્હાનાલાલ
9.ગુજરાતી ભાષાની સૌથી મોટું કયું પુસ્તક ગણાય છે? ભગવદગોમંડળ
10.જયશંકર ભોજક કયા નાટકથી જયશંકર સુદરી તરીકે ઓળખાય લાગ્યા? સૌભાગ્ય સુંદરી
11.કઈ રચનાને ગુજરાતી ગીતાંજલિ કહેવામાં આવે છે? વ્યાકુલ વૈષ્ણવ
12.કઈ સંસ્થા દ્વારા ગુજરાતી ભાષાનું 'કવિતા' સામયિક બહાર પાડવામાં આવે છે? મુંબઈની જન્મભૂમિ સંસ્થા
13.કોણે કલાપીને 'પ્રણય અને અશ્રુનો કવિ'  ગણાવ્યો છે? કનૈયાલાલ મા. મુનશી
14.કોણે રણજિતરામ વાવાભાઈ મહેતાને ગુજરાતી રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર ગણાવ્યા છે? ક. મા. મુનશી
15.ડાયરીના માધ્યમથી લખાયેલી નવલકથા કઈ છે? રાવજી પટેલની ' ઝંઝા'
16.ક.મા. મુનશીએ પોતાની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ કૃતિથી કરેલો? 'મારી કમલા ' વાર્તાથી
17.ન્હાનાલાલે ' ગુજરાની ગોપી' તરીકે કોને ઓળખાવ્યા છે? દયારામ
18.જીવન માંગલ્યના કવિ તરીકે કોણ ઓળખાય છે? સ્નેહરશ્મિ
19.'વિ' કઈ  સંસ્થાનું મુખપત્ર છે? ચારુતર વિદ્યામંડળ
20.' નાટક' સામયિક કોણે શરૂ કર્યું ? હસમુખ બારાડી
21.ગુજરાતનું પ્રથમ સચિત્ર સામયિક કયું? વીસમી સદી
22.અંગ્રેજોએ સૌપ્રથમ કઈ ગુજરાતી નવલકથા પર પ્રતિબંધ મૂક્યો હતો? 'હિંદ અને બ્રિટાનિયા'
23.કયા ગુજરાતી સાહિત્યકારને ગુજરાતના વૉલ્ટર સ્કોટનું  ઉપનામ મળ્યું હતું? નારાયણ વસનજી ઠક્કુર
24.કમ્પ્યૂટર પર કમ્પ્યૂટર દ્વારા રચાયેલી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? મધુ રાય લિખિત કલ્પતરુ (પ્રકાશન, 1987)
25. " લેખક નવલકથાનો પાયલોટ છે, વાચક એનો નેવિગેટર છે. " કોનું વિધાન છે? ચંદ્રકાન્ત બક્ષી
26.ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાનો 19 ભાષાઓમાં અનુવાદ થયો છે? પેરેલિસિસ