Get Mystery Box with random crypto!

શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી* બુટ તૈયાર | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી*

બુટ તૈયાર કરવા માટેનું તેના માપનું અને આકારનું સાધન: *ઓઠું*

બૂટની અંદર નાખવાનું આવતા નરમ છુટું પડ: *સગથળી*

ઊંડા પાણી વાળી જગ્યા: *ધૂનો*

યજ્ઞમા હોમવાનું દ્રવ્ય: *હવી*

લાકડી છડી લઇને પહેરો ભરનાર: *જેષ્ટિકાદાર*

નિશાન પર બાણ તાકાવની ક્રિયા: *શરસંધાન*

નાકથી બોલતો વર્ણ: *અનુનાસિક*

ઓજાર ને ધાર કઢાવનો વાપરતો પથ્થર: *છીપર*

લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર: *પીઢ*

ઝગડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ: *લવાદ*

સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં: *તગાવી*

ઉત્પન્ન માંથી સરકાર ને આપવાનો ભાગ: *લેવી*

ભારત બહાર સંસ્થાઓ લઈ જવાતા મજૂરોનું કરારપત્ર: *ગિરમીટ*

ઉપકાર પાર અપકાર કરનાર: *કૃતઘ્ન, નિમક*

ઘેર ઘેર ભીખ માગવી તે: *મધુકારી*

કમરથી ઉપરના ભાગનું ચિત્ર: *અરુણચિત્ર*

બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો: *ભોગળ*

જાદુ ટોણા કરનાર: *એન્દ્રજાલિક*

જમીન અંદર ગયેલો દરિયાનો ફાંટો: *અખાત*

બે જમીનો જોડનાર જમીનની સાંકડી પેટ્ટી: *સંયોગીભૂમિ*

દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો: *ભૂશિર*

પ્રેમની અગામનની રાહ જોઈ શૃંગાર સજેલી સ્ત્રી: *વાસરશચ્યા*

સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી : *અભિસારિકા*

એકપણ સંતાન ન મારી ગયું હોય તેવી સ્ત્રી: *અખોવન*

એક જ વાર ફળનારી સ્ત્રી : *કાકવંધ્યા*