Get Mystery Box with random crypto!

રૂઢિપ્રયોગ-અર્થ ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

રૂઢિપ્રયોગ-અર્થ

ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ


◆ અવળા પાસા પડવા
ગણતરી ઊંધી પડવી

◆ એકના બે ન થવું
મક્કમ રહેવું, હઠ ન છોડવી

◆ એક લેવું ને બે મેલવું
ખૂબ વઢવું

◆ એકડા વગરના મીંડા
તદ્દન વ્યર્થ, મૂલ્યહીન

◆ એકડો કાઢી નાખવો
અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન લેવું

◆ નવ ગજના નમસ્કાર
દૂર રહેવું

◆ નવ ગજની જીભ હોવી
બહુ બોલ બોલ કરવું

◆ બત્રીશીએ ચઢવું
વગોવાવું, લોકચર્ચાનો વિષય બનવું

◆ બારમો ચંદ્રમા હોવો
અણબનાવ હોવો

◆ બાર વાગી જવા
આફત આવી પડવી

◆ બારનું ચોથ કરવું
અણઘડપણામાંથી કામ ઊંધું મારવું

◆ બે પાંદડે થવું
ઠરી ઠામ થવું

◆ બે પૈસાનો જીવ થવો
શ્રીમંત થવું

◆ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું
નવી શરૂઆત, પાછલું ભૂલવું

◆ સોળ આની
પૂરેપૂરું

◆ ઇકોતેર પેઢી તારવી
બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

◆ ખાતું સરભર કરવું
બદલો લેવો

◆ ત્રિરાશિ માંડવી
ગણતરી કરવી

◆ ધકેલ પંચા દોઢસો કરવું
ખોટી રીતે વિલંબ કરવો

વિજ્ઞાનના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ

●અન્નપાણી ઝેર થઈ જવા
અતિશય દુઃખમાં હોવું

●અબખે પડવું
અરૂચિ થવી

●આકડે મધ
સહેલાઇથી દુર્લભ વસ્તુ મળવી

●આગમાં ઘી નાખવું
પરિસ્થિતિને વધારે ખરાબ કરવી

●આદુમાં સૂંઠ થવી
અતિશય ક્ષય થવો

●ઓરડે તાળા દેવા
વંશવેલો અટકાવવો, નિઃસંતાન થવું

●કસ કાઢવો
સખત મહેનત કરાવવી

●કાંચીડાની માફક રંગ બદલવો
જલદી વિચાર બદલાવા

●ખાટું મોળું થઈ જવું
બગડી જવું

●ખારી દાઢ થવી
લાલચ થવી

●ગગનમાં ઉડવું
મિથ્યાભિમાન દાખવવું

●ચકલા ચૂંથવા
નજીવા કામમાં ખાલી માથું મારવું

●છાશમાં પાણી ઉમેરવું
વાત વધારીને કહેવી

●ગ્રહણ વખતે સાપ કાઢવો
અણીને સમયે નડતર ઊભું કરવું

●દાળ ગળવી
મતલબ પાર પડવો

●નખ જેવું હોવું
વિસાત વિનાનું હોવું

●મગજમાં રાઈ ભરાવી
અભિમાન થવું

●ભેજાનું દહીં થવું
સખત શ્રમથી મગજ થાકી જવું