Get Mystery Box with random crypto!

* ગુજરાત * દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજ | 📚 GENERAL KNOWLEDGE 📚

* ગુજરાત *

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
* ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
* ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
* ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
* જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
* કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
* ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
* 1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
* લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
* કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
* ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
* રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
* દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
* દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
* મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
* બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _ તરીકે પણ ઓળખવામાં આવે છે
* દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
* બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
* ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
* જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
* 228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
* નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
* વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
* વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
* વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
* સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
* ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
* વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
* વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
* ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
* ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ