Get Mystery Box with random crypto!

ભારતનું બંધારણ પાર્ટ - 5 | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ભારતનું બંધારણ પાર્ટ - 5 112.રાજયનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? = વિધાનપરિષદ
113.‘વંદે માતરમ્' ની રચયિતા કોણ છે? = બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
114.રાજયના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? = રાજયપાલ
115.રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું? =1957
116.મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? = 395
117.બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? = બંધારણનું આમુખ
118.યોજના પંચના અધ્યક્ષ કોણ હોય છે? = વડાપ્રધાન
119.મૂળભૂત અધિકારોનો બંધારણના કયા ભાગમાં ઉલ્લેખ છે? = ત્રીજા
120.બંધારણમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો? = મૂળભૂત ફરજો
121.બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કઈ અદાલતને છે? = સર્વોચ્ચ અદાલત
122.ભારતના નાગરિકને કેટલા વર્ષ પૂર્ણ થયા બાદ મતદાનનો અધિકાર મળે છે? = 18 વર્ષ
123.ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગુણ હોય છે અને નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? = સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.
124.રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોની સાથે વિચારણા કરવામાં આવે છે? =રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
125.ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગ ક્યારથી દાખલ કર્યું? = 22-3-1957
126.અનુચ્છેદ 51-A પ્રમાણે આપણી મૂળભૂત ફરજ શું છે? = જાહેર સંપત્તિનું રક્ષણ કરવું
127.આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે? = સેશન્સ જજ
128.ભારતના રાષ્ટ્રધ્વજના ચક્રમાં કેટલા આરા છે? = 24
129.ભારતને કલ્યાણ રાજય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે? = રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
130.બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? = 26 નવેમ્બર, 1949
131.રાજ્યની કામગીરી માટે નીતિ ઘડતરનું કામ કોણ કરે છે? = મંત્રીમંડળ
132.બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના શિરે છે? = સર્વોચ્ચ અદાલત
133.રાજ્યના બંધારણીય વડા કોણ? = રાજયપાલ
134.કયા અધિકારને બંધારણમાંથી મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? = સંપત્તિનો
135.સોલિસિટર જનરલ શું છે? = સરકાર પક્ષે કાનૂની સલાહકાર
136.સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે? = રાષ્ટ્રપતિ
137.રાષ્ટ્રપતિ દ્વારા બહાર પડાતા વટહુકમથી સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂરી લેવી પડે છે? = 6 માસ
138.જયારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બન્ને હોદ્દા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે? = સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
139.બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે? = કલમ-58