Get Mystery Box with random crypto!

મદદનીશ નિયામક રોજગારની  કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવ | GCC JOB INFO

મદદનીશ નિયામક રોજગારની  કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ  ખાતે  રોજગાર ભરતી મેળો યોજાશે તા.૧૯-૦૫-૨૦૨૩  ના રોજ સવારે  ૧૦ કલાકે  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં  અમદાવાદ જીલ્લાની  કાર્યાન્વિત  અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી  નોકરી ઓફર કરશે, જેમાં સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેકનીશ્યન,  પ્લમ્બર, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ માટે  મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર,ફાર્મા સેક્ટર, માટે  જોબ ઓફર કરશે, ૧૦ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા  ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૯ પાસ,  ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ વેલ્ડર,ઈલેક્ટ્રીશયન,મશીન ઓપરેટર,પ્લમ્બર વગેરે તેમજ ડીપ્લોમાં મીકેનીકલ  બીઈ મીકેનીકલ,ઈલેક્ટ્રીકલ, વગેરે જેવી  શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો  ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી  તા.૧૯-૦૫-૨૦૨૩  ના રોજ સમય: ૧૦:૦૦કલાકે  અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ  અમદાવાદ  ખાતે ઉપસ્થિત  રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૧૦ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી ૩૦૦કરતા વધારે  જોબ ઓફર થશે